Get The App

ટ્રમ્પનું મહિલાઓ તરફી પગલું, વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ તરીકે સૂસી વિલ્સની નિમણૂક

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પનું મહિલાઓ તરફી પગલું, વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ તરીકે સૂસી વિલ્સની નિમણૂક 1 - image
Image: X

Donald Trump: અમેરિકાના નવા રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પોતાના 2024ના ચૂંટણી પ્રચારમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સુસાન ઉર્ફે સૂસી વિલ્સને વ્હાઇટ હાઉસમાં ચીફ ઑફ સ્ટાફ નિયુક્ત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ તે વ્હાઈટ હાઉસની ચીફ ઑફ સ્ટાફ બનનારી પહેલી મહિલા હશે. જાન્યુઆરીમાં સંભવિત શપથ ગ્રહણ પહેલાં વિલ્સની નિયુક્તિ ટ્રમ્પનો મોટો નિર્ણય છે. 

માનવામાં આવી રહ્યું છે કે, વ્હાઇટ હાઉસમાં આ પદ પર પહેલીવાર કોઈ મહિલાને નિયુક્ત કરીને ટ્રમ્પ મહિલા મતદાતાઓ વચ્ચે મોટો સંદેશો પહોંચાડવા ઈચ્છે છે. કારણ કે, આખા ચૂંટણી પ્રચાર દરમિયાન તેના પર મહિલાઓ સંબંધિત તમામ આરોપ લાગતા રહ્યાં. સાથે જ ઘણી મહિલા સેલિબ્રિટીએ ટ્રમ્પ વિરૂદ્ધ અને કમલા હેરિસ માટે પ્રચાર પ્રસાર કર્યો હતો. તેમ છતાં ચૂંટણીમાં કમલા હેરિસને 53 ટકા મહિલાઓએ મત આપ્યા, જોકે ટ્રમ્પને મહિલાઓના 45 ટકા મત મળ્યાં. 

આ પણ વાંચોઃ 1100 કરોડ ખર્ચી એક જ દિવસમાં કમાયા 2 લાખ કરોડ, ટ્રમ્પને સમર્થન આપવાથી મસ્કની 'લોટરી' લાગી

ટ્રમ્પે કરી જાહેરાત

પોતાના આદેશમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'સૂસી વિલ્સે મને અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી રાજકીય જીત હાંસલ કરવામાં મદદ કરી છે. તે મારા 2016 અને 2020ના સફળ અભિયાનની અભિન્ન અંગ હતી. સૂસી કડક, સ્માર્ટ, ઇનોવેટિવ છે અને સાર્વત્રિક રીતે પ્રશંસા અને સન્માન મેળવેલ છે. સૂસી અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે અથાગ પ્રયાસ કરતી રહેશે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં પહેલી મહિલા ચીફ ઑફ સ્ટાફના રૂપે સૂસીનું હોવું એક સન્માન છે. મને કોઈ શંકા નથી કે, તે આપણા દેશને ગૌરવ અપાવશે.'

ટ્રમ્પનું મહિલાઓ તરફી પગલું, વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ તરીકે સૂસી વિલ્સની નિમણૂક 2 - image

જણાવી દઈએ કે, 67 વર્ષીય સૂસી વિલ્સન સૌથી અનુશાસિત અને શાનદાર રીતે ચલાવવામાં આવેલા અભિયાન માટે ટ્રમ્પના સૌથી નજીકના અને બહારના લોકો તરફથી પણ ઘણું સન્માન આપવામાં આવે છે. આ જ કારણ છે કે, તે ચીફ ઑફ સ્ટાફની ભૂમિકા માટે ટોચની દાવેદાર બની ગઈ હતી. પડદાની પાછળ રહેનારી વિલ્સે બુધવારે સેવારે ટ્રમ્પ દ્વારા જીતની ઉજવણી દરમિયાન પણ બોલવાનો પણ ઈનકાર કરી દીધો હતો. 

આ પણ વાંચોઃ 'હું ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર...', પુતિને મુક્ત મને કરી વાત, યુદ્ધનો અંત લાવવા સંકેત પણ આપ્યા!

કોણ છે સૂસી વિલ્સ? 

સૂસી વિલ્સ ફ્લોરિડાની એક અનુભવી રિપબ્લિકન વ્યૂહનીતિકાર છે, જેણે 2016 અને 2020માં ફ્લોરિડામાં ટ્રમ્પના અભિયાનનું નેતૃત્વ કર્યું. આ પહેલાં, તેણે ફ્લોરિડાના ગવર્નર માટે રિક સ્કૉટના સફળ 2010ના અભિયાનનું પ્રબંધન કર્યું અને પૂર્વ યૂટા ગવર્નર જૉન હંટ્સમેનની 2012ના રાષ્ટ્ર પ્રમુખના પદની રેસ માટે થોડા સમય માટે પ્રતાર મેનેજર તરીકે સેવા આપી હતી.

ચીફ ઑફ સ્ટાફની જવાબદારી

ચીફ ઑફ સ્ટાફ એ સરકારમાં કેબિનેટની સ્થિતિ છે, જે અમેરિકન પ્રમુખ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. આ માટે સેનેટની મંજૂરીની જરૂર નથી. આ પોસ્ટ પર નિયુક્ત વ્યક્તિ માત્ર રાષ્ટ્ર પ્રમુખને જ રિપોર્ટ કરે છે. ચીફ ઑફ સ્ટાફ સ્ટાફ રાષ્ટ્ર પ્રમુખના વિશ્વાસુ તરીકે સેવા આપે છે, રાષ્ટ્ર પ્રમુખની કાર્યસૂચિનો અમલ કરે છે અને સ્પર્ધાત્મક રાજકીય અને નીતિગત પ્રાથમિકતાઓને સંતુલિત કરે છે. જેના માટે ગેટકીપર શબ્દ પણ આપવામાં આવ્યો છે, જે મેનેજ કરે છે કે કોણ રાષ્ટ્ર પ્રમુખ સુધી પહોંચી શકે. આ ઉપરાંત ચીફ ઑફ સ્ટાફ એ પણ નક્કી કરે છે કે રાષ્ટ્ર પ્રમુખને મળનારા લોકોને ક્યારે અને કેવી રીતે બોલાવવા.

વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી માટે આ નામની ચર્ચા

ટ્રમ્પના આ પગલાં બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આવનાર અઠવાડિયામાં પોતાના મંત્રીમંડળ અને અન્ય ઉચ્ચ-સ્તરના વહીવટી અધિકારીઓની પસંદગીની પ્રક્રિયા શરૂ કરશે. એવામાં વિદેશ મંત્રીની રેસમાં ટ્રમ્પના પૂર્વ કાર્યકારી રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક રિચર્ડ ગ્રેનેલ, પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ'બ્રાયન અને રિપબ્લિકન પાર્ટી સાથે મજબૂત સંબંધ ધરાવનાર સીનેટર અને પૂર્વ રાજદૂત બિલ હેગર્ટી પ્રમુખ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. વળી, રક્ષા મંત્રીના પદ માટે સૌથી આગળ ચાલી રહેલાં ઉમેદવારોમાં કોંગ્રેસ સભ્ય માઇક વાલ્ટ્ઝ સામેલ છે, જે ચીનના પ્રભાવના ટીકાકાર છે અને પૂર્વ વિદેશ મંત્રી માઇક પોમ્પિયોનો સમાવેશ થાય છે.



Google NewsGoogle News