Get The App

અમેરિકા ચૂંટણીમાં ગરબડની આશંકા, ટ્રમ્પે વોટર ID કાર્ડનો ઊઠાવ્યો મુદ્દો

Updated: Nov 4th, 2024


Google News
Google News
Donald Trump


US Presidential Election 2024: અમેરિકામાં મંગળવારે (પાંચમી નવેમ્બર) પ્રમુખપદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત પ્રમુખપદ માટે પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે. આ ઉપરાંત કમલા હેરિસ ચૂંટણી જીતીને ઈતિહાસ રચવાની તૈયારી કરી રહી છે. પરંતુ ચૂંટણી પહેલા ટ્રમ્પે દેશની વર્તમાન વોટિંગ સિસ્ટમ પર નારાજગી વ્યક્ત કરી છે અને મતદાન માટે ઓળખ કાર્ડ ફરજિયાત બનાવવાનો આગ્રહ કર્યો છે.

'આ લોકો ચૂંટણીમાં છેડછાડ કરી શકે છે'

પૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, 'ચૂંટણી માટે વોટર આઈડી ફરજિયાતપણે લાગુ કરવી જોઈએ. પરંતુ ડેમોક્રેટ્સ વોટર આઈડી કાર્ડનો વિરોધ કરી રહ્યા છે જેથી આ લોકો ચૂંટણીમાં છેડછાડ કરી શકે.'

આ પણ વાંચો: રેડ લાઇન ક્રોસ થઈ ગઈ: ખાલિસ્તાની હુમલા બાદ કેનેડાના સાંસદની ચેતવણી, કહ્યું- હિન્દુઓની રક્ષા ખતરામાં


અમેરિકાના પેન્સિલવેનિયામાં એક રેલીને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'મને નથી ખબર કે અમારી પાસે વોટિંગ માટે આઈડી કાર્ડ કેમ નથી? ડેમોક્રેટ્સ વોટર આઈડી કાર્ડ લાગુ કરવાનું ટાળી રહ્યા છે તેનું એક જ કારણ છે અને તે કારણ છેતરપિંડી છે. પરંતુ તેનાથી પણ વધુ શરમજનક બાબત એ છે કે કોઈ તેના વિશે વાત પણ કરતું નથી. ફક્ત હું તેના વિશે વાત કરી રહ્યો છું કારણ કે દરેક તેના વિશે વાત કરવાથી શરમાતા હોય છે. ડેમોક્રેટ્સ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવીને તમને જેલમાં ધકેલી દેવા માંગે છે. પરંતુ જે લોકો ચૂંટણીમાં છેડછાડ કરે છે તેમને જેલમાં ધકેલી દેવા જોઈએ.'

'બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઈએ'

ડોનાલ્ડ ટ્રમ્પે સંપૂર્ણપણે બેલેટ પેપર સિસ્ટમ પર પાછા ફરવાનો આગ્રહ કરતાં કહ્યું કે, 'બેલેટ પેપર ખૂબ જ સારું કામ કરી રહ્યું છે. પરંતુ મતદાન માટે ઓળખ કાર્ડ ફરજિયાત બનાવવું જોઈએ જેથી કરીને કોઈપણ પ્રકારની હેરાફેરી ટાળી શકાય. ઉપરાંત, મતદાન પ્રક્રિયા રાત્રે 9 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જવી જોઈએ. હવે ચૂંટણીને અઠવાડિયા લાગે છે. તમે કલ્પના કરી શકો છો? મશીનો પર આટલા પૈસા ખર્ચવામાં આવે છે પરંતુ તેમ છતાં તેઓ કહે છે કે ચૂંટણીના પરિણામોમાં હજુ 12 દિવસ લાગશે. મંગળવારે રાત્રે 9 વાગ્યા, 10 અથવા 11 વાગ્યા સુધીમાં ચૂંટણી યોજવી જોઈએ.'

આ પણ વાંચો: અમેરિકાની ચૂંટણીમાં ખિસકોલીની હત્યા બની ચૂંટણીનો મુદ્દો, મસ્કે કહ્યું- ટ્રમ્પ આવશે, ખિસકોલીઓને બચાવશે

ટ્રમ્પે કમલા હેરિસ પર નિશાન સાધતા કહ્યું કે, 'તે (કમલા હેરિસ) ભ્રષ્ટ મહિલા છે. હું ભ્રષ્ટાચારી સામે ચૂંટણી લડી રહ્યો છું. હું ડેમોક્રેટિક પાર્ટી નામના ભ્રષ્ટ મશીન સામે ચૂંટણી લડી રહ્યો છું. આ સંપૂર્ણપણે ભ્રષ્ટ પક્ષ છે.'

અમેરિકા ચૂંટણીમાં ગરબડની આશંકા, ટ્રમ્પે વોટર ID કાર્ડનો ઊઠાવ્યો મુદ્દો 2 - image

Tags :
Donald-TrumpUS-Presidential-Election-2024

Google News
Google News