Get The App

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સેનાના ટોપ જનરલની હકાલપટ્ટી કરી, 'બ્લેક લાઇવ્સ મેટર'ને સમર્થન આપ્યું હતું

Updated: Feb 22nd, 2025


Google NewsGoogle News
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સેનાના ટોપ જનરલની હકાલપટ્ટી કરી, 'બ્લેક લાઇવ્સ મેટર'ને સમર્થન આપ્યું હતું 1 - image


President Trump Terminate Top Army General: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો છે. શુક્રવારે (21 ફેબ્રુઆરી) ટ્રમ્પે અમેરિકન સેનાના ટૉપ મિલિટ્રિ જનરલને બરતરફ કરી દીધા છે. જોઇન્ટ ચીફ્સ ચેરમેન જનરલ ચાર્લ્સ ક્યુ. બ્રાઉન જુનિયરને ટ્રમ્પે સેવામાંથી બરતરફ કરી દીધા છે. અમેરિકામાં આ પહેલીવાર થયું છે, જ્યારે સત્તામાં ફેરફારથી દેશના સિનિયર સૈન્ય અધિકારીને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હોય.

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખે જનરલ સી.ક્યુ. બ્રાઉનને જોઇન્ટ ચીફ્સ ચેરમેનના પદથી દૂર કરવાના એલાન સાથે કહ્યું કે, હવે તેમની જગ્યા અમેરિકાના વાયુ સેનાના રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ ડૈન કૈન લેશે.  લેફ્ટિનેન્ટ ડૈન કૈન F-16 ફાઇટર જેટના પૂર્વ પાયલોટ રહી ચુક્યા છે અને ગત વર્ષે સીઆઈએમાં મિલિટ્રી અફેર્સના અસોસિએટ ડિરેક્ટરના પદ પર હતાં. 

આ પણ વાંચોઃ રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો ફરાર થતાં પોલીસે લગ્નનું બીડું ઝડપ્યું, કોંગ્રેસ નેતાએ જમણવારની જવાબદારી ઉપાડી

ટ્રમ્પે મોટા બદલાવના આપ્યા સંકેત

ડોનાલ્ડ ટ્રમ્પે સી.ક્યુ. બ્રાઉનને બરતરફ કરવાની જાહેરાત સોશિયલ પ્લેટફોર્મ ટ્રૂથ પર એક પોસ્ટમાં કરી છે. વળી, આ પોસ્ટમાં તેમણે સંકેત આપ્યો કે, આવાનારા સમયમાં સેનામાં મોટા બદલાવ થઈ શકે છે. સામાન્ય રીતે, સંયુક્ત રાજ્ય અમેરિકામાં ફેડરલ સરકારના બદલાતાં સામાન્ય રીતે દેશના ટોચના સૈન્ય અધિકારીઓની ભૂમિકામાં કોઈ બદલાવ કરવામાં નથી આવતો. નોંધનીય છે કે, જનરલ ચાર્લ્સ ક્યુ. બ્રાઉન જુનિયર જોઇન્ટ ચીફ્સ ચેરમેનના પદને સંભાળનાર બીજા આફ્રિકી-અમેરિકન (અશ્વેત) હતાં. તેમણે 'બ્લેક લાઇવ્સ મેટર' ચળવળને પોતાનું સમર્થન આપ્યું હતું. 

ટ્રમ્પે અચાનક કેમ લીધો આવો નિર્ણય?

હકીકતમાં, અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ડાયવર્સિટી, ઇક્વિટી અને ઇંક્લુઝન (DEI) પહેલ હેઠળ પુનઃસ્થાપિત કરેલાં અધિકારીઓને બરતરફ કરી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્ર પ્રમુખ તરીકેનો બીજો કાર્યકાળ શરૂ થતાં જ સરકારી કર્મચારી પર એક્શન લેવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન અનેક અધિકારીઓને બરતરફ કરાયા છે. 

આ પણ વાંચોઃ કેનેડા મોકલવાના બહાને યુવાન સાથે પિતરાઈ બહેન, ભાણિયા અને ભાણીએ 2.70 કરોડની ઠગાઈ કરી

સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે જનરલ સી. ક્યુ. બ્રાઉન જુનિયરનો અમેરિકાની સેવા કરવા માટે આભાર વ્યક્ત કરી તેમને એક સજ્જન વ્યક્તિ જણાવ્યા હતા. ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું કે, 'હું જનરલ ચાર્લ્સ ક્યુ.બ્રાઉનનો આપણાં દેશ માટે 40થી વધુ વર્ષો સુધી સેવા આપવા માટે આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. તે જોઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફના અધ્યક્ષ પદ પર રહ્યાં. તે એક સારા અને સજ્જન વ્યક્તિ છે. હું તેમના અને તેમના પરિવાર માટે એક ઉજ્જવલ ભવિષ્યની કામના કરૂ છું.'

બાઈડેન સરકાર પર કર્યાં પ્રહાર

ડોનાલ્ડ ટ્રમ્પે લેફ્ટિનેન્ટ જનરલ ડૈન કૈનના પ્રમોશનને અવગણવાને લઈને પણ બાઈડેન સરકાર પર પ્રહાર કર્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, 'ગત બાઈડેન સરકાર દ્વારા જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફમાં સેવા માટે વધુ યોગ્ય અને સન્માનિત હોવા છતાં ઘોર નિંદ્રામાં ડૂબેલી બાઈડેન સરકારે લેફ્ટિનેન્ટ જનરલ કૈનના પ્રમોશનને અવગણ્યું. પરંતુ, હવે એવું નહીં થાય. સેક્રેટરી પીટ હેગસેથ, જનરલ કેન અને અમે મળીને શાંતિ પ્રસ્થાપિત કરીશું. જેનો લક્ષ્ય અમેરિકા ફર્સ્ટ રહેશે અને તેના દ્વારા અમારી સેનાને ફરી ઊભી કરવામાં આવશે.'

ટ્રમ્પે બે અધિકારીઓને કર્યાં બરતરફ

જનરલ સી.ક્યુ. બ્રાઉનની સાથોસાથ રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે અમેરિકાની મિલિટ્રી સર્વિસને લીડ કરનાર પહેલાં મહિલા અને અમેરિકાના નૌસેના ચીફ એડમિરલ લિસા ફ્રૈંચેટીને સેવામાંથી બરતરફ કરી દેવામાં આવ્યાં. આ સિવાય તેમણે વાયુ સેનાના વાઇસ ચીફ ઑફ સ્ટાફ જનરલ જિમ સ્લીફને પણ બરતરફ કરી દીધાં છે. 


Google NewsGoogle News