ટ્રમ્પને ફરી નિશાન બનાવાતા ભડક્યા ઈલોન મસ્ક, બાઈડેન-કમલા હેરિસ અંગે કરી વિવાદાસ્પદ પોસ્ટ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પને ફરી નિશાન બનાવાતા ભડક્યા ઈલોન મસ્ક, બાઈડેન-કમલા હેરિસ અંગે કરી વિવાદાસ્પદ પોસ્ટ 1 - image


Elon Musk on Trump : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરીડા સ્થિત ગોલ્ફ ક્લબ બહાર ફાયરિંગની ઘટના બન્યા બાદ ફરી હોબાળો મચ્યો છે. એવું કહેવાય છે કે, ટ્રમ્પને ફરી નિશાન બનાવાયા છે. ફાયરિંગ દરમિયાન ટ્રમ્પ માત્ર 400થી 500 મીટર દૂર હતા. જોકે તેઓ સુરક્ષિત છે. આ મામલે FBI અને સુરક્ષા એજન્સીઓ તપાસ શરૂ કરી દીધી છે. તો બીજીતરફ દિગ્ગજ બિઝનેસમેન ઈલોન મસ્કે પણ ટ્રમ્પને નિશાન બનાવવા મામલે જો બાઈડેન અને કમલા હેરિસ પર નિશાન સાધ્યું છે. તેમની આ પોસ્ટના કારણે વિવાદ વધવાના એંધાણ છે.

મસ્કના પોસ્ટ પર ભડક્યા યુઝર્સો

ઈલોન મસ્કે ટ્રમ્પને નિશાન બનાવવા મુદ્દે સોશિયલ મીડિયા એક્સ પર ટ્વિટ કર્યું છે, જેના કારણે ભારે હોબાળો મચ્યો છે. મસ્કે પોસ્ટમાં લખ્યું છે કે, કોઈ બાઈડેન કે કમલા હેરિસની હત્યાનો પ્રયાસ કરતું નથી.’ આ સાથે તેમણે આશ્ચર્યની ઈમોજી પણ મુકી છે. મસ્કની પોસ્ટ બાદ જાતભાતની કોમેન્ટો સામે આવી છે. કેટલાક યુઝર્સે તેમની ટીકા કરી રહ્યા છે, તો કેટલાક તેમને સમર્થન આપી રહ્યા છે. મસ્કના ટ્વિટ પર એક યુઝર્સે સવાલ કર્યો છે કે, આખરે ટ્રમ્પને કેમ મારવા માંગે છે? અન્ય યુઝર્સે મસ્કને નિશાન સાધી લખ્યું છે કે, ‘તમારું શું બગાડ્યું છે, શું તમે કોઈપણ પોસ્ટ કરતા પહેલા વિચારો છો?’

ડોનાલ્ડ ટ્રમ્પથી 400થી 500 મીટર દૂર ફાયરિંગ

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાદ ડૉનાલ્ડ ટ્રમ્પને આજે ફરી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ ટ્રમ્પના ફ્લોરીડામાં આવેલા ગોલ્ફ ક્લબની બહાર ફાયરિંગની ઘટના બની છે. સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે, આ ઘટનામાં ટ્રમ્પ પર કોઈ ખતરો નથી અને તેઓ સુરક્ષીત છે. ક્લબની બહાર બે અજાણ્યા લોકોએ એકબીજા પર ફાયરિંગ કર્યું હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળેથી એકે47 પણ મળી આવી છે. એવા અહેવાલ પણ સામે આવ્યા છે કે, હુમલાખોરોએ ગોલ્ફ ક્લપ સામે બંદૂક તાકીને રાખી હતી. ટ્રમ્પ બંદૂકધારીઓથી 400થી 500 મીટર દૂર હતા. હાલ FBIએ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : ટ્રમ્પને ફરી મારવાનો પ્રયાસ ! તેમના ગોલ્ફ ક્લબ પાસે ફાયરિંગ, FBIએ શરૂ કરી તપાસ, કમલા હેરિસનું પણ આવ્યું નિવેદન

ફાયરિંગ અંગે કમલા હેરિસે શું કહ્યું?

ટ્રમ્પની નજીક થયેલા હુમલા અંગે ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, મને પૂર્વ પ્રમુખ ટ્રમ્પ અને ફ્લોરિડામાં તેમની મિલકતની નજીક ફાયરિંગ થયું હોવાના રિપોર્ટ મલ્યા છે. હું ખુશ છે કે તેઓ સુરક્ષિત છે. અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી. બીજીતરફ વ્હાઇટ હાઉસે પણ કહ્યું છે કે, ‘અમે એ જાણીને રાહત થઈ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ સુરક્ષિત છે.’

ટ્રમ્પ પર 13 જુલાઈએ થયું હતું ફાયરિંગ

ઉલ્લેખનીય છે કે, આ ઘટના અગાઉ ટ્રમ્પ પર ફાયરિંગની ઘટના બની હતી. તેઓ 13મી જુલાઈએ પેન્સિલવેલિયામાં એકને સંબોધી રહ્યા હતા, ત્યારે તેમની હત્યાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન તેમના કાન પાસેથી ગોળી પસાર થઈ હતી, જેમાં તેમને આંશિક ઈજાઓ થઈ હતી. હાલ આજની ઘટના અંગે એફબીઆઈ અને યુએસ સીક્રેટ સર્વિસે તપાસ શરૂ કરી દીધી છે. ટ્રમ્પ સપ્તાહના અંતે વેસ્ટ કોસ્ટની સફરમાંથી ફ્લોરિડા પરત ફર્યા હતા. શુક્રવારે રાત્રે લાસ વેગાસમાં એક રેલી અને ઉટાહમાં ભંડોળ એકત્ર કરનારનાં કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.

આ પણ વાંચો : અબજપતિ સ્પેસ વોકર રેકોર્ડ બ્રેકિંગ મિશન પછી પૃથ્વી પર પાછા ફર્યા


Google NewsGoogle News