ટ્રમ્પે PM મોદીને 'મિત્ર' ગણાવ્યા પણ ભારતની પોલિસી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- કાર્યવાહી કરવી પડશે
Donald Trump: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ભારત માટે પોતાનો અભિપ્રાય બદલવામાં માહેર છે. થોડા દિવસ પહેલાં જ તેમણે વડાપ્રધાન મોદી સાથે પોતાના સંબંધોના વખાણ કર્યા હતા. અને હવે પાછી ટીકા કરતાં કહ્યું છે કે, ભારતમાંથી આયાત થતી પ્રોડક્ટ્સ પર સૌથી વધુ ટેક્સ લેવાય છે. હું સત્તા આવ્યા બાદ ભારત સામે જેવા સાથે તેવાની નીતિ અપનાવી મ્યુચ્યુઅલ ટેક્સ લાગુ કરીશ.
સૌથી વધુ ડ્યુટી ભારત લે છે
ટ્રમ્પે ડેટ્રોઇટમાં મુખ્ય આર્થિક નીતિ પર ભાષણ આપતાં કહ્યું હતું કે, "અમેરિકાને ફરીથી અસાધારણ રીતે સમૃદ્ધ બનાવવાની મારી યોજનાનું કદાચ સૌથી મહત્વપૂર્ણ તત્વ પારસ્પરિકતા છે. આ એક શબ્દ છે જે મારી યોજનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે સામાન્ય રૂપે ફી વસૂલતા નથી. આપણે કોઈ પ્રકારની ડ્યુટી લગાવતા નથી. મેં વાન અને નાની ટ્રકોથી શરૂઆત કરી હતી. પરંતુ તે ફીમુક્ત હતી. ચીન 200 ટકા ડ્યુટી લગાવશે, બ્રાઝિલ પર ઉંચો ટેક્સ વસૂલે છે. જો કે, ભારતમાં સૌથી વધુ ચાર્જ વસૂલે છે.
મોદીને મહાન નેતા ગણાવ્યા
ટ્રમ્પે કહ્યું કે, ભારત સૌથી વધુ ડ્યુટી વસૂલે છે. ભારત સાથે આપણા સારા સંબંધ છે, મારા પણ છે. ખાસ કરીને વડાપ્રધાન મોદી સાથે મારા સારા સંબંધ છે. તે એક મહાન નેતા અને મહાન વ્યક્તિ છે. તેમણે ખૂબ સારા કામ કર્યા છે. પરંતુ તેઓ ટેક્સ ખૂબ લે છે. ટ્રમ્પની આ ટીપ્પણી આ સપ્તાહની શરૂઆતમાં જ થી હતી.
ભારતની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ
ટ્રમ્પે પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, ભારત અમુક મામલામાં ચીન કરતાં વધુ ઈમ્પોર્ટ ડ્યુટી વસૂલે છે. તે જ્યારે વ્હાઈટ હાઉસમાં હતા ત્યારે હાર્લે ડેવિડસનના એક અધિકારી મળવા આવ્યા હતા. અધિકારીએ ભારતને બિઝનેસ કરવા મુદ્દે સૌથી મુશ્કેલ દેશ ગણાવ્યો હતો. ભારત ઈચ્છે છે કે, કંપનીઓ ભારતમાં આવી ત્યાં જ પ્લાન્ટ લગી ઉત્પાદન કરે. જેના પર તે ફી વસૂલતા નથી.