ભારત સહિત 5 દેશોનું BRICS સમૂહ તૂટ્યું...? અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
Donald Trump Big Claim on BRICS : બ્રિક્સ એટલે કે ભારત સહિત 5 દેશોના સમૂહમાં ભંગાણ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે વધારે પડતો ટેરિફ લાદવાની ધમકી બાદ BRICS જૂથ હવે અસ્તિત્વમાં નથી. જોકે હજુ આ મામલે કોઈ પણ બ્રિક્સ દેશ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.
BRICS દેશોની જુલાઈમાં બેઠક થવાની હતી
ચાલુ વર્ષે જુલાઈમાં બ્રાઝિલમાં BRICSના તમામ પાંચ સભ્ય દેશોની બેઠક યોજાવાની છે. ટ્રમ્પ લાંબા સમયથી ડૉલર મુદ્દે BRICS દેશો પર 100% ટેરિફ લાદવાની ધમકી આપી રહ્યા છે.
ટ્રમ્પે આપી હતી ધમકી
મીડિયાના અહેવાલ અનુસાર ટ્રમ્પે કહ્યું કે 150% ટેરિફ લગાવવાની ધમકી બાદ BRICS દેશોએ છૂટા પડી જવાનો નિર્ણય કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે BRICS દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. ગત અઠવાડિયે પણ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો બ્રિક્સ દેશ એક કોમન કરન્સી લાવશે તો અમેરિકા તેમના પર 100%થી વધુ ટેરિફ લાદી શકે છે.