ટ્રમ્પ રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે કન્ફર્મ, રિપબ્લિકન વતી આ હસ્તી ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર, ભારત સાથે છે કનેક્શન

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
donald-trump


US Election 2024: અમેરિકામાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં પર્યાપ્ત સંખ્યામાં ડેલીગેટના વોટ મેળવ્યાં બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન પાર્ટી તરફથી સત્તાવાર ઉમેદવાર બની ગયા છે. આ રીતે ટ્રમ્પ ત્રીજી વખત અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડશે. ટ્રમ્પ 2016માં જીત્યા હતા અને 2020માં તે જો બાઈડેન સામે હારી ગયા હતા. નવેમ્બરમાં હવે ફરી તેમનો મુકાબલો જો બાઈડેન સામે થશે. આ સાથે  અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. આ પદ માટે તેમણે ઓહાયોથી રિપબ્લિકન સેનેટર જેડી વેન્સની પસંદગી કરી છે. જેડી વેન્સ પણ ટ્રમ્પના ટીકાકાર રહ્યા છે, પરંતુ પાછળથી તેમના સહયોગી બન્યા અને લાંબા સમયથી તેમની સાથે પ્રચાર કરી રહ્યા છે.

ટ્રમ્પે શું કહ્યું?

આ બાબતે ટ્રમ્પે કહ્યું કે, લાંબા વિચાર-વિમર્શ અને અન્ય ઘણા લોકોની જબરદસ્ત પ્રતિભાને ધ્યાનમાં લીધા પછી, મેં નક્કી કર્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સના ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ ઓહિયોના સેનેટર જેડી વેન્સ છે. ભૂતપૂર્વ પ્રમુખે વેન્સની સિદ્ધિઓની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેમના બાયોડેટામાં ઉલ્લેખ છે કે તેઓ મરીન કોર્પ્સમાં તેમની સેવા આપી છે અને યેલ લો સ્કૂલમાંથી તેમની ડિગ્રી લીધી છે. તેમજ જ્યાં તેઓ લો જર્નલના એડિટર અને યેલ લો વેટરન્સ એસોસિએશનના પ્રમુખ હતા. તેમણે જેડી બુક 'હિલબિલી એલિગી' પણ લખી જે બેસ્ટ સેલર બુક છે. આના પર એક ફિલ્મ પણ બની છે.

જેડી વેન્સ કોણ છે?

ઓગસ્ટ 2, 1984 ના રોજ મિડલટાઉન, ઓહિયોમાં જન્મેલા વેન્સનો ઉછેર તેના દાદા દાદી દ્વારા થયો હતો. તેમની પ્રથમ યુ.એસ. મરીન કોર્પ્સમાં ભરતી થઇ અને ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાં હાજરી આપતા પહેલા ઇરાક યુદ્ધમાં સેવા આપી હતી. આ પછી તેણે યેલ લો સ્કૂલમાંથી સ્નાતક થયા. 

ત્યારબાદ 2016ના સંસ્મરણો, "હિલબિલી એલિગી" નામની બુકથી પ્રસિદ્ધિ પામ્યા, જે બેસ્ટ સેલર બની. તેમનું પુસ્તક મિડલટાઉન, ઓહિયોમાં તેમના ઉછેર વિશે અને રસ્ટ બેલ્ટ પ્રદેશમાં શ્વેત કામદાર વર્ગ દ્વારા સામનો કરવામાં આવતા સાંસ્કૃતિક અને આર્થિક પડકારો વિશે જણાવે છે.

વેન્સે 2021 માં ઓહિયોમાં રિપબ્લિકન નોમિનેશન જીતીને તેની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે સામાન્ય ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર ટિમ રાયનને હરાવ્યા હતા અને જાન્યુઆરી 2023માં પદના શપથ લીધા. રાજકારણમાં આવતા પહેલા તેમણે ટેક ઉદ્યોગમાં વેન્ચર કેપિટલિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેમજ જેડી વેન્સનું ભારત સાથે પણ કનેક્શન છે. તેમની પત્ની ઉષા વેન્સ ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે.

સૌથી નાની ઉંમરના ઉપરાષ્ટ્રપતિ બનીને તોડશે રેકોર્ડ 

જો આ ચૂંટણીમાં વેન્સ ચૂંટાય છે, તો શપથ લેતી વખતે તેની ઉંમર 40 વર્ષ હશે, જે તેમને ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળનાર સૌથી યુવા વ્યક્તિઓમાંના એક બનાવશે.

આ પણ વાંચો: દક્ષિણ કોરિયન ડ્રામા જોવા બદલ ઉત્તર કોરિયામાં 30 બાળકોને મૃત્યુદંડ : રિપોર્ટ

ટ્રમ્પ રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે કન્ફર્મ, રિપબ્લિકન વતી આ હસ્તી ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર, ભારત સાથે છે કનેક્શન 2 - image


Google NewsGoogle News