ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ષડયંત્ર રચનાર પાક. નાગરિકે કરેલી આંચકાજનક કબુલાત
- ટ્રમ્પની હત્યાના પ્રયાસને આગલે દિવસે આરીફની ધરપકડ થઇ
- આસીફ વારંવાર ઇરાન, ઇરાક કે સીરીયા જતો હતો તેણે બે હત્યારા રોક્યા : પણ ખબર ન હતી કે તે બંને FBIના એજન્ટ્સ છે
નવી દિલ્હી : એવું લાગે છે કે પાકિસ્તાન કે પાકિસ્તાનના કેટલાક છાપેલા કાટલાંઓને અન્ય દેશોમાં હત્યાઓ કરાવવા તેની ગુપ્ત માહિતીઓ મેળવવા કે દસ્તાવેજો કે મહત્વના પાત્રોની ચોરી કરવા કરાવવા સિવાય બીજો કોઈ ધંધો જ નથી. પાકિસ્તાનનો એક નાગરિક જે ઇરાન સાથે પણ સંબંધ રાખે છે તેણે અમેરિકાના અગ્રીમ રાજકારણીઓની હત્યાનાં કાવતરાં ઘડયાં હતાં. પરંતુ તેમાં તે નિષ્ફળ ગયો અને અમરિકા છોડી પાકિસ્તાન જવા જતો હતો ત્યારે જ ન્યૂયોર્કથી પાકિસ્તાન જવા પ્લેનમાં બેસવા જતો હતો ત્યાં જ એરપોર્ટ ઉપર એફબીઆઈના એજન્ટોએ તેની ધરપકડ કરી હતી.
આ આસીફ ઉપર કોર્ટમાં મુકાયેલાં આરોપનામામાં જણાવવામાં આવ્યું છે કે આ ૪૬ વર્ષના આસીફ મર્ચન્ટ, જેનું પુરૃં નામ આસીફ રેઝા મર્ચન્ટ છે. તેને ઇરાન સાથે ગાઢ સંબંધો છે. તેને બે પત્નીઓ છે. તે પૈકી એક ઇરાનની છે. બીજી પાકિસ્તાનની છે.
આસીફ ઉપર મુકેલાં આરોપનામાંમાં ફેડરલ પ્રોસીક્યુટર્સે જણાવ્યું હતું કે, આસીફ મર્ચન્ટે અમેરિકામાં જ એક રાજકારણીની હત્યા કરવાનું કાવતરૃં ઘડયું હતું તે રાજકારણી કોણ હશે તેનું નામ બહાર પડયું નથી. પરંતુ સંભવત: તે રાજકારણી ડોનાલ્ડ ટ્રમ્પ હશે તેમ જાણકારોનું અનુમાન છે. જો આ સત્ય હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર હત્યાનો તે બીજો પ્રયાસ બની રહે તેમ હતો.
આ ઘટસ્ફોટ થયા પછી સરકારે તેઓની સલામતી અત્યંત કડક બનાવી દીધી છે. જો કે આ ક્રીમીનલ કમ્પેન્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ સ્પષ્ટ રીતે જણાવાવમાં આવ્યું નથી, પરંતુ વિવિધ સાધનો ઉપરથી તારણ મળે છે કે આસીફનાં ષડયંત્રો પૈકીનું એક ષડયંત્ર ટ્રમ્પની હત્યાનું જ હોઈ શકે.
આ આસીફ મર્ચન્ટ ઉર્ફે આસીફ રેઝા મર્ચન્ટ મૂળ પાકિસ્તાનનો નાગરિક છે. ેેતેને બે પત્નીઓ છે. એક ઇરાનમાં છે બીજી પાકિસ્તાનમાં છે. આસીફની વય ૪૬ વર્ષની છે તેને ઇરાનમાં તથા પાકિસ્તાનમાં બાળકો પણ છે. તેનાં ટ્રાવેલ ડોક્યુમેન્ટસ ઉપરથી જાણવા મળે છે કે તે વારંવાર ઇરાન, ઇરાક કે સીરીયા જતો રહેતો હતો.
કોર્ટમાં રજૂ થયેલાં આરોપનામામાં, તેની ઉપર જુદા જુદા ઘણા આરોપો મુકવામાં આવ્યા છે. જેમાં દસ્તાવેજોની ચોરી કરવાના કે કરવવાના યુએસબી ડ્રાઈવની ચોરી કરાવવી, કારણ ઊભાં કરાવી રેલીઓ યોજવી કે યોજાયેલી વિરોધ પ્રદર્શનો કરાવવાં અને રાજકારણીઓની કે સરકારી અધિકારીઓની હત્યા કરાવવી જેવાં કાવતરાં તેમાં સમાવિષ્ટ છે.
આસીફે તેની આવી ખતરનાક પ્રવૃત્તિઓ માટે સાંકેતિક નામ કોડ નેઇમ્સ રાખ્યાં હતાં. જેમ કે વિરોધ પ્રદર્શનો માટે ટી શર્ટ દસ્તાવેજોની ચોરી માટે ફેનેલ શર્ટ અને હત્યા માટે ફ્લીસ જેકેટ શબ્દો તે વાપરતો હતો. મીટીંગ માટે યાર્નડાઈ શબ્દ પ્રયોગ હતો. હત્યાઓ કરાવવા કે દસ્તાવેજો કે યુટયુબોથી ચોરીઓ કરાવવા માટે તે માણસોને મોટી મોટી લાલચો આપી જોડી લેતો હતો. તે હત્યા માટે રાખેલા ભાડુતીયાઓને તેમા બરોબર શીખવાડતો હતો કે કોઇને કઇ રીતે તત્કાળ સ્વધામ પહોંચાડી શકાય.
આટલી મોટી જાળ રચ્યા પછી પણ તે નિષ્ફળ રહ્યો. તેને તો ખાતરી હતી કે જુલાઈની ૧૩મી તારીખે તેની યોજના સફળ થવાની છે. તેણે રોકેલા હત્યારાઓ તે દિવસે કામ પુરૂ કરી જ નાખશે તેણે હત્યારાઓને પાંચ પાંચ હજાર ડોલર્સ પણ એડવાન્સમાં આપી કહ્યું કે હું ૧૨મી તારીખે અમેરિકા છોડી જવાનો છું તે પછી તમે કામ તમામ કરી નાખજો. પેલા બંને કહે સાહેબ વાંધો નહીં પરંતુ પછીથી તો પૂરા પૈસા આપશોને તો કહે બેફીકર રહો ચોક્કસ બાકીના પૈસા (ડોલર્સ) મળી જશે. તે ૧૨મીએ પ્લેનમાં બેસવા જતો હતો ત્યારે એરપોર્ટ ઉપરથી જ તેની ધરપકડ થઈ. આસીફ રેઝા મર્ચન્ટને ખબર જ ન પડી કે જે હત્યારાઓ તેણે રોક્યા છે અને જેમને ૫૦૦૦ ડોલર્સ (દરેકને) આપ્યા છે અને પછી મોટી રકમ આપવાનું વચન આપ્યું છે તેઓ એફબીઆઈના એજન્ટો જ છે.