3 મહિના અગાઉ એક પાદરીએ ટ્રમ્પ પર હુમલાની ભવિષ્યવાણી કરી દીધી હતી, હવે VIDEO વાયરલ
US Former President Donald Trump Firing: અમેરિકાના પેન્સિલવેનિયામાં પૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થયો હતો. ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે ટ્રમ્પ પર થયેલા હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે એક ખ્રિસ્તી પાદરીએ પહેલા જ આ ઘટનાની ભવિષ્યવાણી કરી હતી.
પાદરીએ શું ભવિષ્યવાણી કરી?
પૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સે પાદરીની ભવિષ્યવાણીનો વીડિયો શેર કરી રહ્યા છે. આ ભવિષ્યવાણી કરનારા પાદરીનું નામ બ્રાન્ડોન બિગ્સ છે. તેમનું કહેવું છે કે, 'ભગવાને મને એવી ઘણી ઘટનાઓ વિશે જણાવ્યું છે જે ટૂંક સમયમાં અમેરિકામાં થવા જઈ રહી છે. મે ટ્રમ્પ પર જીવલેણ હુમલો જોયો છે, મેં તેમના કાનમાં ગોળી વીંધતી જોઈ છે. મેં એ પણ જોયું કે આ દરમિયાન તે જમીન પર પડી ગયા અને ભગવાનને યાદ કરવા લાગ્યો. મેં તેમને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતતા પણ જોયા છે.'
શું ચૂંટણી પછી અમેરિકામાં મંદી આવશે?
અમેરિકામાં મંદીને લઈને બ્રાન્ડોન બિગ્સ ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે, 'પ્રમુખની ચૂંટણી બાદ અમેરિકમાં મંદી પણ જોઈ છે, જે દેશના ઈતિહાસની સૌથી ખરાબ મંદી હશે. ભગવાને કહ્યું છે કે આ સમય બહુ ખરાબ જવાનો છે.'
આ પણ વાંચો: શું ‘ધ સિમ્પસન્સ’એ ડોનાલ્ડ ટ્રમ્પના હત્યાના પ્રયાસની આગાહી કરી હતી? સોશિયલ મીડિયા પર મચી ખલબલી
શું ‘ધ સિમ્પસન્સ’એ ટ્રમ્પના હત્યાના પ્રયાસની આગાહી કરી હતી?
ઉલ્લેખનીય છે કે, ‘ધ સિમ્પસન્સ’ના 2015માં પ્રસારિત થયેલા એક એપિસોડમાં એવું દેખાડાયું હતું કે ટ્રમ્પ જેવો દેખાતો એક માણસ સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો છે, ત્યારે એના પર ગોળી છોડવામાં આવે છે. એ સીનના બેકગ્રાઉન્ડમાં ‘ટ્રમ્પ 2024’ લખેલું બેનર પણ દેખાય છે, જે વર્તમાન વર્ષ સાથે મેળ ખાય છે. એ પછી ટ્રમ્પ એક શબપેટીમાં આંખ બંધ કરીને પડેલા દેખાય છે. એક એવું દ્રશ્ય જે તાજેતરમાં હકીકત બનતાં રહી ગયું.