સુનીતા વિલિયમ્સને બચાવવા ટ્રમ્પે ઈલોન મસ્ક પાસે માગી મદદ, જાણો ટેસ્લાના CEOનો જવાબ
Donald Trump: ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ અનેક મહિનાઓથી અંતરિક્ષમાં છે. હવે તેની મદદ માટે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્ક પાસે મદદ માંગી છે. ઈલોન મસ્કે એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પની એક પોસ્ટને શેર કરી હતી. જેમાં ટ્રમ્પે કહ્યું કે, મેં ઈલોન મસ્ક અને સ્પેસએક્સને આપણાં બે બહાદુર અંતરિક્ષયાત્રીને મળવા માટે કહ્યું છે, જેઓને બાઈડેન સરકાર દ્વારા અંતરિક્ષમાં છોડી દેવામાં આવ્યા છે. તેઓ ઘણાં મહિનાથી સ્પેસ સ્ટેશન પર રાહ જોઈ રહ્યાં છે. ઈલોન ટૂંક સમયમાં આ દિશામાં કામ કરશે. આશા છે કે બધાં સુરક્ષિત રહેશે. ઈલોનને મારી શુભકામનાઓ'. નોંધનીય છે કે, આ બંને અંતરિક્ષયાત્રી 2024થી સ્પેસ સ્ટેશન પર છે.
નાસાએ સ્પેસએક્સને કર્યું સામેલ
સ્પેસએક્સના સીઈઓએ દાવો કર્યો કે, આ ભયાનક હતું કે, પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ જો બાઈડેનના તંત્ર દ્વારા તેઓને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઈએસએસ)માં આટલા લાંબા સમય સુધી ફસાયેલા છોડી દેવામાં આવ્યા હતાં. જોકે, નાસાએ પોતાના ક્રૂ-9 મિશનના ભાગ રૂપે બંને અંતરિક્ષ યાત્રીને પરત લાવવા માટે ઘણાં મહિના પહેલાં જ સ્પેસએક્સને સામેલ કરી દીધું હતું.
આ પણ વાંચોઃ અમેરિકામાં લિંગ પરિવર્તન પર પ્રતિબંધ, ટ્રમ્પ સરકારે લીધો વધુ એક ચોંકાવનારો નિર્ણય
મસ્કે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, 'ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેસએક્સ પાસેથી સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા બે અંતરિક્ષ યાત્રીઓને જલ્દીથી જલ્દી ઘરે લાવવા માટે કહ્યું છે, અમે જલ્દી જ આ કરીશું.'
ઉલ્લેખનીય છે કે, નાસાએ સતત કહ્યું છે કે, આ અંતરિક્ષ યાત્રીઓ ફસાયા નથી તેઓ સ્વસ્થ છે અને સારા લોકો સાથે જોડાયેલા છે.
પરત લાવવાનો કરાયો પ્રયાસ?
- બુચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સ જૂન 2024માં બોઇંગના સ્ટારલાઇનર અંતરિક્ષ યાનમાં સવાર થઈને આઈએસએસ માટે રવાના થયા હતાં.
- આ ઉડાન ફક્ત 10 દિવસ સુધી ચાલવાની હતી. પરંતુ, તેમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
- અંતરિક્ષ સ્ટેશન પર પહોંચ્યા બાદ, નાસા અને બોઇંગના અંતરિક્ષ યાનમાં મુશ્કેલીઓને સારી રીતે સમજવા માટે અઠવાડિયાઓ સુધી કામ કર્યું. પરંતુ, છેલ્લે એવો નિર્ણય લેવામાં આવ્યો કે, સ્ટારલાઇનરને ક્રૂ મેમ્બર સાથે પરત લાવવું અઘરૂ હતું.
આ પણ વાંચોઃ 'ChatGPT નોકરી પણ AIના કારણે જ ગઈ...' DeepSeek ટ્રેન્ડ થતા જ યુઝર્સે ઉડાવી ઠેકડી
નાસાની જાહેરાત
ઓગસ્ટ 2024 માં અંતરિક્ષ એજન્સીએ જાહેરાત કરી હતી કે, તેઓએ સ્પેસએક્સને સ્પેસએક્સ ક્રૂ-9 કેપ્સૂલ પર વિલિયમ્સ અને વિલ્મોરને ઘરે લાવવા કહ્યું હતું. બંને અંતરિક્ષ યાત્રીઓને ક્રૂ-9માં રાખવામાં આવ્યા હતા, નાસાએ ક્રૂના ચાર મેમ્બરમાંથી બેને હટાવી દીધાં છે, જે સપ્ટેમ્બરમાં સ્પેસએક્સ ડ્રેગન પર લોન્ચ કરવા માટે નક્કી કરવામાં આવ્યા હતાં. હવે આના બદલે, વિલિયમ્સ અને વિલ્મોરની જગ્યા બનાવવા માટે આ ઉડાનમાં ફક્ત એક અંતરિક્ષ યાત્રીને ઉતારવામાં આવશે, જે ફેબ્રુઆરી 2025માં મિશનના અંતે ઘરે પરત આવવા તૈયાર હતાં.