Get The App

'કદાચ ભારતમાં કોઈ બીજાની સરકાર બનાવવા માંગતા હતા', US ફંડિંગ મુદ્દે ટ્રમ્પનું મોટું નિવેદન

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
'કદાચ ભારતમાં કોઈ બીજાની સરકાર બનાવવા માંગતા હતા', US ફંડિંગ મુદ્દે ટ્રમ્પનું મોટું નિવેદન 1 - image


Donald Trump: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચૂંટણીમાં અમેરિકાની ફંડિંગને લઈને પહેલાંની બાઈડેન સરકાર પર ગંભીર સવાલ કર્યાં છે. ટ્રમ્પે એક મિયામીમાં એક કાર્યક્રમ દરમિયાન તેમના ચોંકાવનારા નિવેદનમાં કહ્યું કે, 'કદાચ તે (પહેલાંની બાઈડેન સરકાર) ભારતમાં કોઈ અન્ય સરકાર બનાવવા ઈચ્છતા હતાં.' બુધવારે (19 ફેબ્રુઆરી) પણ ટ્રમ્પે ભારતને ફંડિંગ આપવા માટે પહેલાંની સરકારના નિર્ણયો પર સવાલ ઊભા કર્યાં હતાં.

ટ્રમ્પે વ્યક્ત કરી આશંકા, કહ્યું- આ વિશે ભારતને જણાવવું જોઈએ

રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે 2.1 કરોડ ડૉલરના ફંડિંગ પર સવાલ ઊભા કર્યાં હતાં. ટ્રમ્પે કહ્યું કે, 'આપણે ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે 2.1 કરોડ આપવાની શું જરૂર હતી? મને લાગે છે કે, બાઈડેન સરકાર ઈચ્છે છે કે, ચૂંટણીમાં કોઈ બીજુ ચૂંટાય. આપણે આ વિશે ભારત સરકારને જણાવવું જોઈએ.. આ ચોંકાવનારૂ છે.' હાલમાં જ ઈલોન મસ્કના નેતૃત્વવાળી DOGE (Department of Government Efficiency)એ ખુલાસો કર્યો કે, અમેરિકા દ્વારા દુનિયાભરના દેશોને ફંડિંગ આપનારી એજન્સી USAID દ્વારા ભારતમાં મતદાન ટકાવારી વધારવા માટે 2.1 કરોડ ડોલરનું યોગદાન આપવામાં આવ્યું હતું. 

આ પણ વાંચોઃ અમેરિકાના લોકો વચ્ચે 400 અબજ ડૉલર વહેંચશે ટ્રમ્પ! ઈલોન મસ્કને સોંપી મોટી જવાબદારી

બુધવારે (19 ફેબ્રુઆરી) પણ ટ્રમ્પે ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે અમેરિકાના ફંડિંગ પર સવાલ ઊભા કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, 'આપણે ભારતને 2.1 કરોડ ડોલર કેમ આપી રહ્યાં છીએ? તેમની પાસે પહેલાંથી જ ઘણાં પૈસા છે. તે સૌથી વધારે ટેક્સ લગાવનારો દેશ છે. આપણે અનેક મુશ્કેલીનો સામનો કરી તેમના બજારમાં આપણો સામાન મોકલી શકીએ છીએ કારણ કે, તેમનું ટેરિફ વધારે છે. હું ભારત અને તેમના વડાપ્રધાનનું સન્માન કરૂ છું પરંતુ, ભારતની ચૂંટણીમાં 2.1 કરોડનું ફંડિંગ આપવાનો અર્થ શું છે? અહીંના મતદાનની ટકાવારીનું શું?'

આ પણ વાંચોઃ ટ્રમ્પે ઝેલેન્સ્કીને 'કોમેડિયન' ગણાવ્યા, કહ્યું- અબજોનો ખર્ચ કર્યો પણ અમેરિકાને કશું પાછું નહીં મળે

બાંગ્લાદેશને પણ ફંડિંગ કરી રહી હતી અમેરિકન સરકાર

DOGE હાલ અમેરિકા દ્વારા કરવામાં આવતી સત્તાવાર ફંડિંગ પર રોક લગાવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે સંઘીય સરકારના ખર્ચમાં કપાત કરવાના હેતુથી DOGE ની રચના કરવામાં આવી હતી. DOGE એ જણાવ્યું કે, જ્યારેચ ગત વર્ષે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનું પતન થયું અને તેમની જગ્યાએ મોહમદ યૂનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના થઈ છે. અમેરિકા દ્વારા બાંગ્લાદેશમાં રાજકીય સ્થિરતાને મજબૂત કરવાના નામે ફંડિંગ કરવામાં આવી. પરંતુ, હાલ બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાનો માહોલ છે અને અમેરિકા પર આરોપ લાગી રહ્યો છે કે, બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને પાડવા માટે પાછળથી અમેરિકાનું સમર્થન ડીપ સ્ટેટનો હાથ હોય શકે છે. ટ્રમ્પના મિયામીના કાર્યક્રમમાં જણાવવામાં આવી રહ્યું છે કે, અમેરિકા સરકાર દ્વારા જૈવ વિવિધતા સંરક્ષણના નામે નેપાળને પણ 3.9 કરોડ ડૉલરની ફંડિંગ કરવામાં આવી રહી છે.  



Google NewsGoogle News