Get The App

કોમરેડ કમલા vs કિમ કા દીવાના ટ્રમ્પ... ભારતની જેમ અમેરિકાની ચૂંટણીમાં પણ મીમ્સનું ઘોડાપૂર

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
meme-wars-between-harris-and-trump


US Presidential Election 2024: કોમરેડ કમલા વિ. કિમ જોંગનો દીવાનો ટ્રમ્પઃ અમેરિકાના ચૂંટણી જંગમાં ભારત કરતાં વધુ રસાકસી જામી છે. બંને ઉમેદવારોના ટેકેદારો સોશિયલ મીડિયા પર એકબીજા પર મીમ્સ બનાવીને શેર કરી રહ્યા છે. હાલ અમેરિકાની ચૂંટણીમાં મીમ્સની લહેર છે, જેને જોઈને લોકો હસી રહ્યા છે... ગુસ્સે થઈ રહ્યા છે... અને કેટલાક વિચારોમાં ડૂબી રહ્યા છે. ભારતના ચૂંટણી જંગની જેમ અમેરિકામાં પણ ઉમેદવારનો સમર્થકો એકબીજા પર રમૂજ અને એઆઈ દ્વારા બનાવેલી તસવીરો વાયરલ કરી રહ્યા છે. 

અમેરિકાની ચૂંટણીમાં  રસાકસી જામી

આ વખતે અમેરિકાની ચૂંટણીમાં કરાતા નિવેદનોમાં જબરદસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે. એઆઈ ફોટોગ્રાફ્સ ઉમેરવામાં આવી રહ્યા છે. જો બાઈડેનના સ્પર્ધામાંથી હટી જવાથી અને કમલા હેરિસના આગમનથી એકતરફી અને નિરસ દેખાતી સ્પર્ધામાં ભારે રસાકસી જોવા મળી રહી છે. ચૂંટણી પ્રચારમાં મુખ્યત્વે ટ્રમ્પ હરિફ ઉમેદવાર કમલાને ડાબેરી ગણાવી રહ્યા છે તો કમલા ટ્રમ્પને કિમ જોંગના ચાહક બતાવી રહી છે.

આ પણ વાંચો: VIDEO: રશિયા પર યુક્રેનનો 9/11 જેવો હુમલો, સૌથી ઊંચી ઈમારત પર ડ્રોન એટેક, અનેકના મોતની આશંકા

અમેરિકાની ચૂંટણીમાં મીમ્સની બોલબાલા

કમલા હેરિસના સમર્થકો સોશિયલ મીડિયા પર કિમ જોંગના દીવાના ટ્રમ્પ જેવા મીમ્સ વાયરલ કરી રહ્યા છે. બીજી તરફ ટ્રમ્પના ટેકેદારો કમલા હેરિસને કોમરેડ કહીને સંબોધી રહ્યા છે. એટલું જ નહીં પણ એઆઈ દ્વારા કમલાની યુનિફોર્મ પહેરેલી તસવીરો વાયરલ પણ કરવામાં આવી છે. એવું લાગે છે કે અમેરિકનોની ચૂંટણી દીવાનગીએ ભારતીયોને પણ પાછળ મુકી દીધા છે.

કોમરેડ કમલા vs કિમ કા દીવાના ટ્રમ્પ... ભારતની જેમ અમેરિકાની ચૂંટણીમાં પણ મીમ્સનું ઘોડાપૂર 2 - image

કમલા હેરિસની કોમ્યુનિસ્ટ પાર્ટીના યુનિફોર્મમાં તસવીર વાયરલ

સોશિયલ મીડિયા પર કમલા હેરિસની એક તસવીર વાયરલ થઈ છે જેમાં તે કોમ્યુનિસ્ટ પાર્ટીના યુનિફોર્મમાં દેખાય છે. તેના પર કોમરેડ કમલા હેશટેગ પણ ચાલી રહ્યો છે. એઆઈથી બનાવાયેલી આ તસવીર હકીકતમાં ટ્રમ્પના એ શબ્દબાણોની ઉપજ છે જેમાં તેમણે કમલાને અલ્ટ્રા લિબરલ ગણાવીને તેને કોમરેડ તરીકે સંબોધી હતી. તેમનો દાવો છે કે યુક્રેન પર આક્રમણ પહેલા કમલા પુતિનને મળી હતી.

કોમરેડ કમલા vs કિમ કા દીવાના ટ્રમ્પ... ભારતની જેમ અમેરિકાની ચૂંટણીમાં પણ મીમ્સનું ઘોડાપૂર 3 - image

આ પણ વાંચો: ઈઝરાયેલ-હિઝબુલ્લા યુદ્ધ વકર્યું મધ્ય-પૂર્વના માથે ઝળુંબતું મોત

કિમ જોંગ સાથે ટ્રમ્પની તસવીર વાયરલ 

બીજી તરફ ટ્રમ્પના આ અભિયાન સામે વળતા જવાબમાં કમલાના સમર્થકો દ્વારા ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ સાથે ટ્રમ્પની તસવીર વાયરલ કરવામાં આવી રહી છે. તસવીરમાં બંનેને પ્રણયની મુદ્રામાં દેખાડવામાં આવ્યા છે અને કેપ્શનમાં લખ્યું છે કે ટ્રમ્પ કિમના પ્રેમમાં જકડાયા છે.

કોમરેડ કમલા vs કિમ કા દીવાના ટ્રમ્પ... ભારતની જેમ અમેરિકાની ચૂંટણીમાં પણ મીમ્સનું ઘોડાપૂર 4 - image

ટ્રમ્પ અને કમલા વચ્ચે શાબ્દિક જંગ

કમલા મતદારોને સમજાવી રહી છે કે ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પાછા આવશે તો પરિણામ ગંભીર આવશે. તેના જવાબમાં ટ્રમ્પના દાવા મુજબ કમલા ઈઝરાયેલને નફરત કરે છે અને પડોશી દેશો સાથે બોર્ડર ખુલ્લી કરીને ઈમિગ્રન્ટ્સની સંખ્યા વધારવા માગે છે. ટ્રમ્પે તેમના ભાષણમાં એવું પણ કહ્યું હતું કે કમલાના નેતૃત્વમાં અમેરિકા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ જશે.

કોમરેડ કમલા vs કિમ કા દીવાના ટ્રમ્પ... ભારતની જેમ અમેરિકાની ચૂંટણીમાં પણ મીમ્સનું ઘોડાપૂર 5 - image


Google NewsGoogle News