31 વર્ષની મહિલા સાથે ટ્રમ્પના અફેરની ચર્ચા, ચૂંટણી વચ્ચે પત્ની મેલેનિયા સાથે બગડ્યાં સંબંધ?
Donald Trump Affair Rumors : અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પને લઈને અટકળોનું બજાર તેજ છે. અમેરિકામાં એવા અહેવાલો છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પની વચ્ચે બધું બરાબર નથી. છેલ્લાં ઘણાં મહિનાથી બંને જાહેરમાં સાથે પણ નથી જોવા મળતાં. આ દરમિયાન એવા પણ સમાચાર છે કે, ટ્રમ્પનું એક મહિલા સાથે અફેર ચાલી રહ્યું છે. જોકે, તેની પુષ્ટિ કરવામાં નથી આવી, પરંતુ ઘણી જગ્યાએ આ મહિલા ટ્રમ્પની સાથે જોવા મળી રહી છે.
આ અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસની વચ્ચે રાષ્ટ્ર પ્રમુખ પદની પહેલી ડિબેટ થઈ હતી. તે સમયે પણ આ મહિલા મંચની પાછળ જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ મહિલા ટ્રમ્પ સાથે સ્પિન રૂમમાં પણ રહી. બાદમાં આ મહિલાએ 11 સપ્ટેમ્બરે ટ્રમ્પ સાથે ન્યૂયોર્ક અને પેનસિલ્વેનિયાના શેંક્સવિલેમાં સ્મારક કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો.
આ પણ વાંચોઃ શેખ હસીનાનો ફોન કોલ લીક થતાં હડકંપ, બાંગ્લાદેશ પરત ફરવા અંગે શું કહ્યું?
31 વર્ષની લૉરા બની ચર્ચાનું કેન્દ્ર
ઘણી જગ્યાએ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે દેખાતી આ મહિલાનું નામ લૉરા લૂમર છે. લૉરાની ઉંમર 31 વર્ષ છે. લૉરા લૂમર રિપબ્લિકન કોંગ્રેસ ઉમેદવાર પણ રહી ચુકી છે. ચૂંટણી અભિયાનમં લૉરા લૂમર ટ્રમ્પની સહભાગી છે.
મારી જિંદગીમાં ટ્રમ્પ સૌથી મહત્ત્વના વ્યક્તિ છેઃ લૉરા
લૂમરને જ્યારે સિંગલ હોવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ટ્રમ્પ પ્રતિ પોતાના જુસ્સાના કારણે સિંગલ છું. ટ્રમ્પ પ્રતિ સમર્પણ વ્યક્તિગત સંબંધોથી વધારે મહત્ત્વપૂર્ણ છે. જેના લીધે મારો અગાઉનો સંબંધ પણ ખતમ થઈ ગયો છે. ટ્રમ્પ મારા જીવનમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. ટ્રમ્પ જ દેશને બચાવશે.
આ પણ વાંચોઃ બ્રિટનના નવા PM પત્નીને કારણે મુશ્કેલીમાં મૂકાયા, નેતન્યાહૂ-ઇમરાન ખાન જેવી કરી ભૂલ
ટ્વિટરે લગાવ્યો હતો પ્રતિબંધ
લૂમરને વંશીય ભેદભાવ કરનાર, સમલૈંગિકતા તેમજ ઇસ્લામ વિરોધી નેતા તરીકે ઓળખવામાં આવે છે. 2018 માં સતત મુસ્લિમ વિરોધી પોસ્ટ કરવાના કારણે ટ્વિટરે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે, ત્યારબાદ એલન મસ્કના સ્વામિત્વમાં આવ્યા બાદ પ્રતિબંધ હટાવવામાં આવ્યો. હાલના સમયે એક્સ પર લૂમરના 1.3 મિલિયન ફોલોઅર્સ છે. પોતાના વેબ શોમાં લૂમર હંમેશા ટ્રમ્પના વખાણ કરતી સામગ્રી પોસ્ટ કરે છે.
ક્યાં છે મેલાનિયા ટ્રમ્પ?
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ હજુ પરીણિત છે. પરંતુ, છેલ્લાં ઘણાં સમયથી સાથે નથી દેખાતા. એવામાં અફવાઓએ જોર પકડ્યું છે કે, તે બંને જલ્દી અલગ થઈ શકે છે. મેલાનિયા છેલ્લીવાર જુલાઈમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં જોવા મળી હતી. જોકે, ત્યારબાદ તે ટ્રમ્પ સાથેના ચૂંટણી પ્રચારથી ગાયબ છે.