Get The App

ડોનાલ્ડ ટ્રમ્પ બરાબરના ફસાયા, અમેરિકાના પ્રમુખની ચૂંટણી વચ્ચે વધુ એક મોડેલનો છેડતીનો આરોપ

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
ડોનાલ્ડ ટ્રમ્પ બરાબરના ફસાયા, અમેરિકાના પ્રમુખની ચૂંટણી વચ્ચે વધુ એક મોડેલનો છેડતીનો આરોપ 1 - image


Donald Trump Accused Of Groping Ex-Model: અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે પાંચમી નવેમ્બરે મતદાન થવાનું છે. છેલ્લાં તબક્કાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે એક મોડલે સનસનીખેજ આરોપ લગાવ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પે 1993માં તેમની છેડતી કરી હતી. રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ટ્રમ્પે આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો હતો.

'ટ્રમ્પે 1993માં મારી છેડતી કરી હતી'

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. સર્વાઈવર્સ ફોર કમલા નામનું એક સંગઠન ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને ઉપપ્રમુખ કમલા હેરિસનું સમર્થન કરે છે. સંગઠનના એક કાર્યક્રમમાં એક ફોન કોલમાં 56 વર્ષીય સ્ટેસી વિલિયમ્સ નામની એક મોડલે ડોનાલ્ડ  ટ્રમ્પ પર આરોપ લગાવ્યો હતો કે, '1993માં ન્યૂયોર્કના ટ્રમ્પ ટાવરમાં ડોનાલ્ડ ટ્રમ્પે મારી છેડતી કરી હતી.'

આ પણ વાંચો: ઈઝરાયલે 6 પત્રકારોને આતંકી જાહેર કર્યા, હમાસ સંગઠનને મદદ કરવાનો લગાવ્યો ગંભીર આરોપ


સ્ટેસી વિલિયમ્સે જણાવ્યું હતું કે, 'એ વખતે જેફરી એપ્સ્ટીન નામનો મારો બોયફ્રેન્ડ હતો, જે પછીથી જાતીય સતામણીના આરોપમાં જેલમાં ગયો હતો. જેલમાં જ 2019માં તેણે આપઘાત કર્યો હતો. એ મને ટ્રમ્પને મળવા લઈ ગયો હતો. આ દરમિયાન ટ્રમ્પે મારા શરીરને અયોગ્ય રીતે ટચ કરવાનું શરૂ કર્યું હતું. આ બેડટચથી હું અસહજ થઈ ગઈ હતી અને ટ્રમ્પથી અંતર રાખીને બેઠી હતી. આ ઘટના પછી તેણે બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લીઘું હતું. વર્ષો પછી એ જાતીય સતામણીના આરોપમાં દોષી ઠર્યો હતો.'

ડોનાલ્ડ ટ્રમ્પ બરાબરના ફસાયા, અમેરિકાના પ્રમુખની ચૂંટણી વચ્ચે વધુ એક મોડેલનો છેડતીનો આરોપ 2 - image


Google NewsGoogle News