રહસ્યમય સમુદાય: ચહેરો માનવી જેવો પણ પગ શાહમૃગના, ઝડપથી ચઢી જાય છે વૃક્ષ પર
તા. 21 ઓગસ્ટ 2023, સોમવાર
દુનિયાભરમાં આજે પણ એવી કેટલીક જનજાતિઓ છે જે પોતાની પરંપરા, રહેણી કહેણી અને ખાન પાનને લઇને સામાન્ય લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનીને રહે છે. દુનિયામાં
એક જનજાતિ એવી છે જેની સમગ્ર જાતિ એક વિચિત્ર સમસ્યામાંથી પસાર થઈ રહી છે. તેમનો દેખાવ માણસો જેવો જ છે, પરંતુ આ લોકોના પગની રચના આપણા જેવી 5 આંગળીઓ અને અંગૂઠાની નથી.
માનવ ચહેરો, શાહમૃગના પગ!
એક અહેવાલ પ્રમાણે ડોમા જનજાતિ તરીકે ઓળખાતી આ જાતિના લોકો વાડોમા અથવા બંતવાના જનજાતિ તરીકે ઓળખાય છે. તેઓને ઘણીવાર ઓસ્ટ્રીચ લોકો પણ કહેવામાં આવે છે કારણ કે, તેમના પગ શાહમૃગ જેવા હોય છે.
ક્યાં જોવા મળે છે?
આ વિચિત્ર દેખાવ ધરાવતા લોકોનો સમુદાય ઝિમ્બાબ્વેના કન્યેમ્બા પ્રદેશમાં જોવા મળે છે. આ સમગ્ર સમુદાયને એક ખાસ જેનેટિક ડિસઓર્ડર છે જેને Ectrodactyly કહેવાય છે. આ સ્થિતિને કારણે તેમના પગમાં 5 ને બદલે માત્ર 2 આંગળીઓ છે.
આ જેનેટિક મ્યૂટેશનને લોબસ્ટર ક્લો સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. આમાં, પગમાંથી એક અથવા ઘણી આંગળીઓ જન્મથી મિસિંગ થઇ જાય છે.
દરેક ચોથા બાળકને આ સમસ્યા
એવું માનવામાં આવે છે કે, ડોમા જાતિના દરેક ચોથા બાળકને આ સમસ્યા હોય છે, મોટાભાગના લોકોના પગ વચ્ચેની 3 આંગળીઓ ખૂટે છે. જેના કારણે આ લોકો બરાબર ચાલી શકતા નથી. ના ચંપલ પહેરી શકે છે. માત્ર વૃક્ષો પર ચડવાની બાબતમાં આગળ છે.
શરત એ છે કે, હવે આ જનજાતિના લોકો અન્ય સમુદાયમાં લગ્ન પણ નહીં કરી શકે કારણ કે, તેમને કાયદાકીય રીતે આવું કરવાની મનાઈ કરવામાં આવી છે.