ડોગ્સ બીચ પર લે છે દરિયાના મોજા પર સર્ફિગની મજા, હરિફાઇમાં ઉતરી બને છે વિજેતા
હટિંગટન બીચ પર દર વર્ષે સપ્ટેમ્બરમાં સર્ફિગ સ્પર્ધા યોજાય છે
ડૉગ દરિયાના મોજા ગમે તેટલા ઉછળે તો પણ ડરતા નથી.
હટિંગટન,24 સપ્ટેમ્બર,2022,શનિવાર
દરિયાના મોજાની ગતિએ સાહસ અને રોમાંચથી ભરેલો સર્ફિગનો શોખ જાણીતો છે. સર્ફિગની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સ્પર્ધાઓ યોજાતી હોય છે પરંતુ કેલિફોર્નિયાના હટિંગટન બીચ પર ડોગ સર્ફિગ સ્પર્ધા યોજાય છે જેમાં સર્ફ સિટી સર્ફ ડોગ તરીકે જાણીતા આ મુકાબલામાં અનેક ડૉગ પાલકો પોતાના ડૉગને ભાગ લેવડાવે છે.
આ સ્પર્ધા દર વર્ષે સપ્ટેમ્બરના અંતમાં યોજાય છે પ્રથમવાર આ સ્પર્ધા વર્ષ ૨૦૦૯માં પ્રથમવાર યોજાઇ હતી જેમાં વિવિધ નસ્લના ૫૦ જેટલા ડૉગ્સે ભાગ લીધો હતો. એક સર્ફ બોર્ડ પર એક ડૉગ અથવા તો બે ડૉગ અથવા તો ડૉગ અને માણસ બંને હોય છે. વર્ષ ૨૦૧૫માં હગ્સેલ નામના ડૉગ્સે પોતાના માલિક પોલ જોન્સ અને તેની પુત્રી ઓપલ સાથે સર્ફિગ કર્યુ હતું.દર વર્ષે યોજાતી આ સ્પર્ધામાં જે પણ આવક થાય તે સ્ટ્રીટ ડૉગ માટે કામ કરતી સંસ્થાને દાનમાં આપી દેવામાં આવે છે.
લાબ્રાડોરથી માંડીને નાના મોટી અનેક નસ્લના ડૉગ સર્ફિગ માટે અનોખી રીતે ઉભા રહી જાય છે. આ સ્પર્ધા ૧૨ મીનિટની હોય છે જેમાં પાંચ લહેરો પરની સવારી કરવાની પરવાનગી મળે છે. ડૉગ સર્ફિગ કરે ત્યારે જજ ખૂબજ ઝીણવટપૂર્વક નીરિક્ષણ કરે છે.
સર્ફિગ માટેની સ્ટાઇલના પણ પોઇન્ટ મળે છે. સર્ફ બોર્ડ પર કેટલો સમય ગાળ્યો અને દરિયાના વિશાળ મોજાનો સામનો કેવી રીતે કર્યો વગેર બાબતો પોઇન્ટ મેળવવા મહત્વની છે. આ અનોખી ડૉગ સર્ફિગ ઇવેન્ટ જોવા માટે બીચ પર સેંકડો સર્ફિગ શોખીનો આવે છે. હટિંગટન ટાપુ ખાસ સ્પર્ધાના કારણે જ ફેમસ છે.
આમ પણ અમેરિકાનો પશ્ચિમ કાંઠો વિશાળકાય મોજાઓ પર સર્ફિગ કરવા માટે જાણીતો છે. ડૉગને સર્ફ બોર્ડ પર સર્ફિગની તાલિમ આપવામાં આવે છે. તાલીમ પાંમલા ડૉગ દરિયાના મોજા ગમે તેટલા ઉછળે તો પણ ડરતા નથી. તે પોતાની કુશળતાનો પરીચય આપીને મુકાબલો કરતા રહે છે.
જે ડૉગ સફળ થઇને ટોપર્સ રહે તેમને અનેક ઇનામો મળે છે. ડૉગની સર્ફિગ સ્પર્ધા આમ તો નવી લાગે છે પરંતુ ૧૯૨૦માં કેલિફોર્નિયાના ટાપુ પર યોજાઇ હતી. કેટલીક મૂવી, દસ્તાવેજી ફિલ્મો અને પ્રિન્ટિગ સાહિત્યમાં પણ ડૉગ સર્ફિગનો ઉલ્લેખ મળે છે. ડૉગ સર્ફિગ ચેમ્પીયનશીપ એમેઝિંગ એનિમલને લગતા શો માટે પણ રસપ્રદ રહી છે.