448 ફૂટ ઊંચા પિરામિડની ટોચ પર પહોંચી ગયું શ્વાન: પેરાગ્લાઇડર્સે કેદ કર્યા દૃશ્યો, વીડિયો વાયરલ
Image: Wikipedia
Dog Video Viral: ગીઝાના પિરામિડ વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ વિશાળ પિરામિડ 100 મીટરથી વધુ ઊંચા છે પરંતુ આ પિરામિડ પર એક શ્વાન ચઢી ગયું. પેરાગ્લાઇડિંગ કરતી વખતે આ શ્વાન નજર આવ્યું છે. પેરાગ્લાઇડિંગનો ઉપયોગ આકાશમાંથી ઉડતાં વિશ્વના અમુક સૌથી પ્રસિદ્ધ સ્થળોને જોવા માટે કરવામાં આવે છે. અમેરિકી પેરાગ્લાઇડર માર્શલ મોશર અને તેમના એક સાથી આ અઠવાડિયે પેરાગ્લાઇડિંગ કરી રહ્યા હતા. આ સમયે એક શ્વાનને તેમણે પ્રાચીન પિરામિડના શિખર પર જોયો.
રિપોર્ટ અનુસાર તેમણે કહ્યું, 'અમે પિરામિડના ટોચ પર આગળ-પાછળ કંઈક દોડતું જોયું. એક વ્યક્તિએ વિચાર્યું કે આ એક પહાડી સિંહ છે.' 448 ફૂટની ઊંચાઈ પર તે ખુશીથી પક્ષીઓનો પીછો કરતું નજર આવી રહ્યો છે. તેના તે ફૂટેજે વિશ્વભરના લાખો લોકોને ચોંકાવી દીધા. લોકો શ્વાનની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે. મોશર આ અસામાન્ય વસ્તુને જોઈને ખૂબ ચોંકી ગયા. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'એક શ્વાન ગીઝાના મહાન પિરામિડ પર ચઢી ગયો' બાદમાં મોશરે પોતાને સુધારતાં કહ્યું કે શ્વાન ખફરાના પિરામિડ પર ચઢી ગયું હતું, જે ગ્રેટ પિરામિડ કરતાં થોડું નાનું છે.'
શું શ્વાન ફસાઈ ગયો?
જોકે તેમણે કહ્યું કે કદાચ શ્વાન અહીં ફસાઈ ગયો હશે પરંતુ તેમણે આગળ રમૂજી અંદાજમાં કહ્યું કે, શક્ય છે કે આની પાસે કોઈ સિક્રેટ પોર્ટલ હશે, જેના દ્વારા તે સીધું ત્યાં ચઢ્યો હોય. વીડિયોને 2.5 કરોડથી વધુ લોકોએ જોયો છે. પશુ પ્રેમીઓએ શ્વાનના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી છે. લોકોનું માનવું હતું કે કદાચ શ્વાન અજાણ્યામાં ઈજિપ્તના પિરામિડના ટોપ પર ફસાઈ ગયો અને હવે જવાબ આપી શકતો નથી.
શું શ્વાન પાછો ફર્યો ?
મોશરે કહ્યું કે તે શ્વાન પિરામિડોની આસપાસ રહેતા ઘણા શ્વાનો પૈકીનું એક હતો. આગલા દિવસે તેમણે બચાવ અભિયાન ચલાવ્યું હતું. પિરામિડો પર આગલા દિવસે તેમણે પેરાગ્લાઇડિંગ કરી ફરીથી શ્વાનને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યા. એક દિવસ બાદ તેમણે તેનાથી જોડાયેલી એક અપડેટ જાહેર કરી. તેમણે કહ્યું કે તે શ્વાન આપમેળે પિરામિડથી નીચે આવી ગયો. તેમણે શ્વાનના નીચે ઉતરવાનો વીડિયો જાહેર કર્યો. જેને જોઈને લાગે છે કે તે પિરામિડ પર ચઢવા અને ઉતરવામાં એક્સપર્ટ છે.