Get The App

ડૉક્ટરના વેશમાં હેવાન: 200થી વધુ દર્દીઓને બેભાન કરી યૌન શોષણ કર્યું, પીડિતોમાં મોટા ભાગના બાળકો

Updated: Feb 17th, 2025


Google News
Google News
ડૉક્ટરના વેશમાં હેવાન: 200થી વધુ દર્દીઓને બેભાન કરી યૌન શોષણ કર્યું, પીડિતોમાં મોટા ભાગના બાળકો 1 - image

Doctor in France sexually abused over 200 patients : હાલમાં ફ્રાન્સમાં ક્રુરતાની ચરમસીમા સમાન એક કિસ્સો સામે આવ્યો છે. જેને લઈને દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો હતો. ફ્રાન્સમાં એક ડોકટર પર 300 દર્દીઓ સાથે યૌન શોષણ કરવાનો આરોપ છે. ડોકટરે જેને પોતાની હવસનો શિકાર બનાવ્યા હતા તેમાં મોટા ભાગે બાળકો હતા. 74 વર્ષીય જોએલ લે સ્કોરનેક સામે 25 વર્ષ સુધી આ અપરાધને ચાલુ રાખવાનો આરોપ છે.  

ડોકટરો સામે 186 યૌન શોષણ કરવાના કેસ દાખલ

મળતી માહિતી અનુસાર, ડોકટરે સન 1989માં આ અપરાધ કરવાનું શરુ કર્યું હતું. વર્ષ 2024 સુધીમાં તેણે પશ્ચિમ ફ્રાન્સના એક ડઝનથી પણ વધારે કલીનીકમાં કામ કર્યું અને અનેક લોકોનું યૌન શોષણ કર્યું હતું. તેના પર 186 યૌન શોષણ કરવાના કેસ દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરે જે દર્દીઓને પોતાનો શિકાર બનાવ્યા હતા તેવા 299 દર્દીઓમાંથી 256 દર્દીઓની ઉંમર 15 વર્ષથી નીચેની હતી. અને પીડિતોની સરેરાશ ઉંમર 11 વર્ષ હતી. ડોકટરે એક વર્ષની બાળકીથી લઈને 70 વર્ષના વૃદ્ધાને પોતાની હવસનો શિકાર બનાવ્યા હતા.   

વર્ષ 2020થી જેલમાં બંધ છે ડોક્ટર 

હાલમાં આ ડોક્ટર વર્ષ 2020થી જેલમાં બંધ છે. તે સમયે ડોક્ટર પર પોતાની બે ભત્રીજીઓ સહિત ચાર બાળકો સાથે દુષ્કર્મ અને યૌન શોષણ કરવા માટે 15 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. અધિકારીઓએ વર્ષ 2017માં તેના વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. શરૂઆતની તપાસમાં ખબર પડી હતી કે તે સન 1990થી આ અપરાધને અંજામ આપી રહ્યો હતો. તે સમયે પોલીસે તેના ઘરની તપાસ કરી હતી. જેમાં પોલીસને તેની પાસેથી 3 લાખથી વધુ અશ્લીલ તસવીરો મળી હતી.       

દોષી ઠરશે તો ડોક્ટરને વધુમાં વધુ 20 વર્ષની જેલ થશે

આ મામલાની જાણકારી આપતા સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, 'ડોકટરે પોતાનો ગુનો કબુલ કરી લીધો છે. મોટાભાગના કેસોમાં તેણે પોતાની સંડોવણી હોવાની કબૂલાત કરી લીધી છે. આ સિવાય તેણે જણાવ્યું હતું કે, આ બધું છુપાવવા માટે તે અનેક યુક્તિઓનો ઉપયોગ કરતો હતો. જો જોએલ લે સ્કોરનેક દોષી ઠરશે તો તેને વધુમાં વધુ 20 વર્ષની જેલ થઇ શકે છે. અહીં તમને જણાવી દઈકે કે, ફ્રાન્સના કાયદા અનુસાર અમુક મામલાઓમાં સજા મળ્યા બાદ તેને એક સાથે જોડવાની પરવાનગી નથી.ડૉક્ટરના વેશમાં હેવાન: 200થી વધુ દર્દીઓને બેભાન કરી યૌન શોષણ કર્યું, પીડિતોમાં મોટા ભાગના બાળકો 2 - image


 

Tags :
FranceDoctorChildren

Google News
Google News