આ દેશમાં દિવાળીની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો, ભારતીય સમુદાયમાં નારાજગી
વિવિધ સંસ્કૃતિઓ અને સમુદાયો પ્રત્યેની અસંવેદનશીલતાનું પ્રતીક ગણાવ્યું
નિર્ણય વિપક્ષી નેતા પિયરે પોઇલીમર અને કન્જર્વેટિવ પાર્ટી દ્વારા લેવાયો
ટોરન્ટો,૩૦ ઓકટોબર,૨૦૨૪,બુધવાર
ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી રાજકિય સંબંધોમાં ચડાવ ઉતાર જોવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેનેડામાં રહેતા હિંદુઓ પર પણ તેની અસર થઇ હોય એમ કેનેડિયન સરકારે પરંપરાગત દિવાળી જેવો ઉત્સવ મનાવવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ નિર્ણય વિપક્ષી નેતા પિયરે પોઇલીમર અને કન્જર્વેટિવ પાર્ટી દ્વારા લેવામાં આવ્યો છે.
નિરાશા સામે આશાના પ્રકાશ સમાન ગણાતા દિપ પર્વ દિવાળીની ઉજવણી અંગેના નિર્ણયથી ભારતીય સમુદાયમાં નારાજગી જોવા મળે છે. કેનેડા હિંદુ ફોરમના ટીકા કરીને વિવિધ સંસ્કૃતિઓ અને સમુદાયો પ્રત્યેની અસંવેદનશીલતાનું પ્રતીક ગણાવી હતી. દિવાળી પ્રકાશ અને એકતાનું પર્વ છે તેનું આયોજન ના થવુંએ મોટા સમુદાયની ઉપેક્ષા સમાન છે. કેનેડા હિંદુ ફોરમે દીપાવલી ઉત્સવને રદ્ કરવાના નિર્ણયને રાજકિય તુષ્ટિકરણનું પરિણામ ગણાવ્યું હતું.
કેનેડાની કન્જર્વેટિવ પાર્ટીને નેતાએ સમુદાયની ભાવનની ઉપેક્ષા કરી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ નિર્ણય પરથી માલૂમ પડે છે કે કેટલાક નેતાઓ માટે સાંસ્કૃતિક સમારોહનું મહત્વ રાજકારણ કરતા ઓછું છે. કેનેડામાં ૨.૫ મિલિયન ભારતીય સમુદાયના લોકો રહે છે. આ સમુદાય વિજ્ઞાાન, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં યોગદાન આપી રહયો હોવાથી તેમની ઉપેક્ષા થવી જોઇએ નહી. ભારતીય સમુદાયે એવા નેતાનું સમર્થન કરવું જોઇએ જે વિવિધતા અને સંસ્કૃતિનું સન્માન કરતા હોય તે જરુરી છે.