દરિયાના પાણીમાં ઓગળી જાય તેવું પ્લાસ્ટિક, જાપાને શોધ્યો પ્લાસ્ટિક પ્રદૂષણનો ઇલાજ
આ પ્લાસ્ટિક જીવાશ્મ ઇંધણથી બનેલા પ્લાસ્ટિકનું સ્થાન લઇ શકશે.
દુનિયાને પ્લાસ્ટિક પ્રદૂષણથી બચાવવામાં ખૂબ મોટી મદદ મળશે.
ટોક્યો,૨૨ નવેમ્બર,૨૦૨૪,શુક્રવાર
પ્લાસ્ટિક વર્ષો સુધી સડતું ન હોવાથી પર્યાવરણ માટે વિનાશક અસરો ઉભી કરે છે. વિશ્વના મહાસાગરો પ્લાસ્ટિક પધરાવવાના કચરાપેટી બની ગયા છે ત્યારે જાપાનના સંશોધકો અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમે નવા પ્રકારનું પ્લાસ્ટિક વિકસિત કર્યુ છે જે ટકાઉ હોવાની સાથે ખારા પાણીમાં સરળતાથી ભળી પણ જાય છે.
શોધકોનું માનવું છે કે નવું પ્લાસ્ટિક રિસાઇકલ કરી શકાય છે એટલું જ નહી પર્યાવરણ પ્રદૂષણ તથા મહાસાગરોમાં માઇક્રો પ્લાસ્ટિકનું પ્રમાણ ઘટાડવા માટે મદદરુપ બનશે. રિકેન સેન્ટર ફોર ઇમર્જેન્ટ મેટર સાયન્સના આઇદા તાકુજોના નેતૃત્વ હેઠળ થયેલા રિસર્ચ અંગેનું સાહિત્ય અમેરિકી પત્રિકા સાયન્સમાં પ્રકાશિત થયું છે. આ ટીમ એક નવું પ્લાસ્ટિક વિકસિત કરવામાં સફળ થઇ રહી છે જે જીવાશ્મ ઇંધણથી બનેલા પ્લાસ્ટિકનું સ્થાન લઇ શકશે.
આ નવું વિકસિત પ્લાસ્ટિક બેરંગ અને પારદર્શી છે તથા તે પૉલી પ્રોપિલીન જેટલું જ મજબૂત છે અને તાપને સહન કરી શકે છે. આ નવા પદાર્થને સુપર મૉલિકયૂલર પ્લાસ્ટિક એટલે કે એસી પૉલીમર જેવી જ સંરચના છે જે પ્રતિવર્તી પરસ્પર રીતે એક સાથે જોડાયેલી રહે છે. નવું પ્લાસ્ટિક બે આયનિક મોનોમરને ભેળવીને તૈયાર કરવામાં આવે છે જેમાં એક ખાધ યોજક છે જે સામાન્ય રીતે ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
બેકટેરિયા આ બંને મોનોમરનો તોડ કાઢી શકે છે. આઇદાનું કહેવું હતું કે નવા પ્રકારનું પ્લાસ્ટિક રિસાયકલ કરી શકે છે અને પ્રાકૃતિક રીતે સડતું રહે છે. આમાં માઇક્રો પ્લાસ્ટિક જેવી સમસ્યા પેદા થતી નથી. નજીકના ભવિષ્યમાં આ પ્રકારનું પ્લાસ્ટિકનું વ્યવસાયિક ધોરણ ઉત્પાદન કરી શકાશે તો પ્લાસ્ટિક પ્રદૂષણથી બચાવવામાં ખૂબ મોટી મદદ મળશે.