મરી જજો, આપઘાત કરજો, પરંતુ પકડાતા નહીં: કીમ જોંગ ઊને યુક્રેનમાં 'ફીદાયીન' ટુકડીઓ મોકલી
- રશિયા-યુક્રેન યુધ્ધમાં ઉ.કોરિયાના સૈનિકો રશિયા તરફથી લડે છે : બદલામાં રશિયા ભારે શસ્ત્રો, ઉપગ્રહ કાર્યક્રમમાં સહાય કરે છે
રશિયા-યુક્રેન યુદ્ધમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઊન, યુક્રેનની સામે લડવા પોતાના સૈનિકો રશિયા મોકલ્યા છે. સાથે તેમને કહ્યું છે કે, યુદ્ધમાં ધપી જજો (મરી જજો), પકડાઈ જવાની ભીતિ લાગે તો આત્મહત્યા કરજો, પરંતુ પકડાતા નહીં. આ રીતે ઉને ખરા અર્થમાં ફીદાયીન ટુકડીઓ રશિયા મોકલી છે.
અત્યારે તો કુર્કસ વિસ્તારમાં રશિયા-યુક્રેન વચ્ચે ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. તેમાં રશિયન સૈનિકોનો ગણવેશ પહેરી ઉત્તર કોરિયાના સૈનિકો લડી રહ્યા છે.
આ યુદ્ધ દરમિયાન યુક્રેને કેટલાક ઉ.કોરિયાઈ સૈનિકોને પકડી લીધા છે.
યુક્રેને કહ્યું છે કે જો તેઓને જીવતા પાછા જોઈતા હોય તો પહેલા અમારા સૈનિકોને મુક્ત કરો. બીજી તરફ દક્ષિણ કોરિયાઈ જાસૂસી સંસ્થાએ જણાવ્યું છે કે, અમને મળેલી માહિતી પ્રમાણે વ્યોગાંગે સૈનિકોને આદેશ આપી દીધો છે કે, જીવતા પકડાઈ જવાને બદલે તમારે આત્મહત્યા કરી લેવી. આ ઉત્તર કોરિયાઈ મૃત સૈનિકો પાસેથી મળેલા મેમો દ્વારા જાણવા મળ્યું છે. તે સૈનિકોને પકડાવાની વાત આવે તે પૂર્વે આત્મ વિસ્ફોટ કરી મરી જવું.
યુક્રેન યુદ્ધમાં રશિયાને સહાય કરવા ઉ.કોરિયાએ એક બટાલિયન (૧૨૦૦૦) સૈનિકો મોકલવા વચન આપ્યું છે તે પ્રમાણે ૩૦૦૦ સૈનિકો તો ત્યાં પહોંચી ગયા છે. તે સામે રશિયાએ ભારે શસ્ત્રો, તેને આપવા શરૂ કર્યા છે. (ટેન્ક વ.) તેમજ ઉત્તર કોરિયાને તેના પરમાણુ કાર્યક્રમમાં સહાય કરવાનું વચન આપ્યું છે. તેમજ તેના મિસાઇલ કાર્યક્રમમાં પણ સહાય કરી રહ્યું છે. તથા ઉપગ્રહો વહેતા મુકવામાં મદદ કરે છે.