શું શેખ હસીનાને પ્રદર્શનકારીઓની રઝાકારો સાથે સરખામણી કરવી ભારે પડી ? જાણો કોણ હતા રઝાકારો

રઝાકારએ બાંગ્લાદેશમાં ગાળ જેવો અપમાનજનક શબ્દ ગણાય છે.

રઝાકારોએ 1971માં બાંગ્લાદેશના મુકિતસંગ્રામનો વિરોધ કર્યો હતો

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
શું શેખ હસીનાને પ્રદર્શનકારીઓની રઝાકારો સાથે સરખામણી  કરવી ભારે પડી ? જાણો કોણ હતા રઝાકારો 1 - image


ઢાકા, 6 ઓગસ્ટ, 2024,મંગળવાર  

બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં આરક્ષણના મુદ્વે  હિંસક પ્રદર્શનથી વડાપ્રધાન શેખ હસીનાએ સત્તા છોડવી પડી છે. પીએમ શેખ હસીનાએ વિરોધ પ્રદર્શનને ગંભીરતાથી લેવાના સ્થાને પ્રદર્શનકારીઓની રઝાકારો સાથે સરખામણી કરતા મામલો વધારે બિચકયો હતો.

રઝાકારએ બાંગ્લાદેશમાં ગાળ જેવો અપમાનજનક શબ્દ છે જે દેશદ્વોહીઓ માટે વપરાય છે.  કેટલાકનું માનવું છે કે રઝાકાર શબ્દએ જ આગમાં ઘી નાખવાનુ કામ કર્યુ હતું. ૧૯૭૧માં બાંગ્લાદેશના મુકિતસંગ્રામનો વિરોધ કરીને કાળો કેર વરતાવનારા રઝાકારો કોણ હતા તે જાણવું રસપ્રદ છે. 

શું શેખ હસીનાને પ્રદર્શનકારીઓની રઝાકારો સાથે સરખામણી  કરવી ભારે પડી ? જાણો કોણ હતા રઝાકારો 2 - imageરઝાકારો બાંગ્લાદેશનું નિર્માણ થાય તેના વિરોધી હતા

1971માં બાંગ્લાદેશ મુકિતસંગ્રામ દરમિયના પૂર્વી પાકિસ્તાનના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લોકો પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો જેમાં પાકિસ્તાની આર્મી ઉપરાંત પાકિસ્તાની સમર્થક રઝાકારોનું પણ નામ આવે છે. બાંગ્લાદેશની પ્રજા મુકિત આંદોલન લડી રહી હતી ત્યારે રઝાકારો પાકિસ્તાનના ખોળામાં બેઠા હતા. રઝાકારો ઉપરાંત,અલ બદ્ર અને અલ શેમસ પણ મદદ કરતા હતા.

રાજધાની ઢાકા હોય કે ચટગાંવ બંદર ઓપરેશન સર્ચ લાઇટ હેઠળ પાકિસ્તાન સરકારના એજન્ટ ટીકાખાને નરસંહાર કરીને હાહાકાર મચાવ્યો હતો. પૂર્વી પાકિસ્તાનના ઉલેમાઓ પણ સમગ્ર મુકિત સંગ્રામ દરમિયાન તટસ્થ રહયા અથવા તો પાકિસ્તાનના પક્ષે રહયા હતા કારણ કે તેમને મન બાંગ્લાદેશ જુદું પડે એ ઇસ્લામના જ ભાગલા પાડવા બરાબર હતું. 

રઝાકારો બાંગ્લાદેશની મુકિતવાહિતી સેના સામે લડયા હતા 

શું શેખ હસીનાને પ્રદર્શનકારીઓની રઝાકારો સાથે સરખામણી  કરવી ભારે પડી ? જાણો કોણ હતા રઝાકારો 3 - image

2 ઓગસ્ટ 1971ના રોજ રઝાકારોનું એક અર્ધ સૈન્ય બળ તૈયાર કરવામાં આવ્યું હતું જે બાંગ્લાદેશની મુકિતવાહિની સેના સામે લડતું હતું.બાંગ્લાદેશના ગુ્હયુધ્ધમાં રઝાકારોએ બાંગ્લા મુકિત સંગ્રામના સમર્થકોને મોતને ઘાટ ઉતારીને દેશદ્રોહી તરીકે ચિતરાયા હતા.

નુરુલ અમીન,ગુલામ આઝમ અને ખ્વાજા ખેરુદીન જેવા નેતાઓ પાકિસ્તાનના સમર્થક હતા. રઝકાર અરબી શબ્દ છે તેનો અર્થ સ્વયંસેવક થાય છે. કુલ 1 લાખથી વધુ રઝાકારોએ ભાગ લીધો હતો. 2019માં બાંગ્લાદેશ સરકારે 10789  રઝાકારોની યાદી બહાર પાડી હતી જેમણે મુકિતસંગ્રામમાં બંગાળી મુસ્લિમો અને હિંદુઓ વિરુધની કાર્યવાહીમાં પાકિસ્તાને મદદ કરી હતી. 

રઝાકારોને દેશદ્રોહી ગણીને અદાલતી ખટલો ચલાવવામાં આવે છે

શું શેખ હસીનાને પ્રદર્શનકારીઓની રઝાકારો સાથે સરખામણી  કરવી ભારે પડી ? જાણો કોણ હતા રઝાકારો 4 - image

નવી પેઢી મુકિતસંગ્રામના દેશદ્રોહીઓથી વાકેફ થાય તે માટે યાદી બહાર પાડવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. રઝાકાર ફોર્સનો સ્થાપક સભ્ય જમાતે ઇસ્લામીનો એકેએમ યુસુફ હતો. બાંગ્લાદેશમાં આજે પણ મુકિતસંગ્રામના વિરોધી રઝાકારોને દેશદ્રોહી ગણીને અદાલતી ખટલો ચલાવવામાં આવે છે.

બાંગ્લાદેશના યુધ્ધ અપરાધીઓની વિગતો ભૂતપૂર્વ અમેરિકન રાજદ્વારી આર્ચક કેન્ટ દ્વારા દસ્તાવેજ બહાર પાડવામાં આવી હતી. એ સમયે તેઓ પૂર્વ પાકિસ્તાન ઢાકામાં અમેરિકન કોન્સ્યુલ જનરલ હતા.


Google NewsGoogle News