ગાઝામાં તબાહી જોઈ પશ્ચિમ દેશમાં ઉઠી યુદ્ધવિરામની માંગ, ફ્રાન્સે ઈઝરાયેલના હુમલાનો કર્યો વિરોધ
યુદ્ધવિરામ અમારા માટે આત્મસમર્પણ સમાન : નેતન્યાહુ
Israel Hamas War : મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અટકવાના સંકેત હાલ દેખાઈ રહ્યા નથી અને દિવસેને દિવસે યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે એવામાં ફ્રાંસ દ્વારા યુદ્ધવિરામ માટેની પહેલ કરવામાં આવી છે. ફ્રાંસે જણાવ્યું કે, ગાઝામાં નિર્દોષ બાળકો અને નાગરિકોની હત્યા થઈ રહી છે માટે ઇઝરાયેલે યુદ્ધવિરામ કરી દેવું જોઈએ. હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયલની સાથે જોવા મળતા ફ્રાન્સે પોતાનું વલણ બદલ્યું છે.
યુદ્ધવિરામ અમારા માટે આત્મસમર્પણ સમાન : નેતન્યાહુ
જોકે ઈઝરાયલએ યુદ્ધવિરામ પર પહેલેથી જ પોતાનો નિર્ણય જણાવી દીધો છે. અગાઉ ઈઝરાયલના પીએમ નેતન્યાહુએ જણાવ્યું કે, જો તેઓ યુદ્ધવિરામ કરશે તો તે આત્મસમર્પણ જેવું લાગશે. જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી તે યુદ્ધવિરામ થશે નહિ.
ફ્રાંસે આપી યુદ્ધવિરામની સલાહ
ઈઝરાયેલે આજે બીજી વખત ગાઝા શહેરની અલ શિફા હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો હતો. ઈઝરાયેલે કહ્યું કે, આ હોસ્પિટલ આતંકવાદીઓનું કમાન્ડ સેન્ટર બની ગયું હતું. હોસ્પિટલમાં 22 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ઇઝરાયેલ ચોક્કસપણે સંમત છે કે ગાઝાના લોકોને આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવા માટે દરરોજ થોડા કલાકો માટે યુદ્ધવિરામ હોવો જોઈએ. ફ્રાંસે કહ્યું કે, માનવતાવાદી સહાય માટે યુદ્ધવિરામ જરૂરી છે. નિર્દોષોને બચાવવા માટે યુદ્ધવિરામ સિવાય બીજો કોઈ રસ્તો નથી.
ઈઝરાયેલ- હમાસયદ્ધનો આજે 35મો દિવસ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યદ્ધનો આજે 35મો દિવસ છે અને અત્યાર સુધીમાં અનેક લોકએ જીવ ગુમાવ્યા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ત્યારે ઈઝરાયેલની સેના IDFએ ગાઝામાં હમાસના નક્બા યુનિટના અનેક આતંકવાદીઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં હમાસના નક્બા યુનિટના કમાન્ડર અહેમદ મુસા અને પશ્ચિમી જબાલિયા સ્થિત આતંકવાદી પ્લાટૂનના કમાન્ડર ઓમર અલહંદીનો સમાવેશ થાય છે.