ચૂંટણી પ્રચાર કરવા નીકળેલા વડાંપ્રધાન પર યુવકે તકનો લાભ લઈ હુમલો કરતાં આ દેશમાં હડકંપ
Danish PM Attacked: ડેનમાર્ક વડાંપ્રધાન મેટે ફ્રેડરિક્સન પર શુક્રવારે કોપનહેગનના કલ્ટોરવેટ (સ્ક્વેર, રેડ)માં એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. જો કે આ હુમલામાં વડાંપ્રધાનને કોઈ ઈજા થઈ ન હતી, પરંતુ તેમને તરત જ ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે ફ્રેડરિકસન હુમલામાં ઘાયલ થયા નથી. આ ઘટના બાદ હુમલો કરનારની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
પોલીસે જણાવ્યું હતું કે તેઓએ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો.
ઘટના સ્થળે હાજર વ્યક્તિએ હુમલા અંગે જણાવ્યું
ઘટના સ્થળે કામ કરનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, "એક વ્યક્તિએ આવીને વડાંપ્રધાનને તેમના ખભા પર જોરથી ધક્કો માર્યો, જેના પછી તે પડી ગયા હતા અને તણાવગ્રસ્ત દેખાતા હતા."
સ્લોવાકિયાના વડાપ્રધાન પર પણ હુમલો થયો હતો
હુમલા બાદ સુરક્ષાકર્મીઓ વડાંપ્રધાનને ત્યાંથી લઈ ગયા હતા. આ હુમલો ડેનમાર્કમાં યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં મતદાનના બે દિવસ પહેલા થયો હતો. ત્રણ અઠવાડિયા પહેલા સ્લોવાકિયામાં વડાપ્રધાન રોબર્ટ ફિકો પર પણ આવો જ હુમલો થયો હતો. આ દરમિયાન તે ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ હુમલો ચૂંટણીના બે દિવસ પહેલા થયો હતો
આ હુમલો 9 જૂને યોજાનારી યુરોપિયન યુનિયનની ચૂંટણી પહેલા થયો હતો. ડેનિશ પીએમ ફ્રેડરિકસેન સોશિયલ ડેમોક્રેટ્સના EU લીડ ઉમેદવાર ક્રિસ્ટલ શાલ્ડેમોસ સાથે પ્રચાર કરી રહ્યા છે.