ઉપપ્રમુખ પદના ડેમોક્રેટ ઉમેદવાર ટીમ વાલ્ઝ દીપોત્સવી ઉજવણીમાં જોડાયા
- દીપ પ્રકટાવ્યો, નમસ્તે કરી ઉપસ્થિતોનું અભિવાદન કર્યું : અમેરિકામાં 52 લાખ હિન્દુઓના મત મહત્ત્વના છે
હીલાડેલ્ફિયા : અમેરિકાના ઉપપ્રમુખપદના ઉમેદવાર ટીમ વાલ્ઝ, અહીંના એક હિન્દુ મંદિરનાં પટાંગણમાં ઉપસ્થિત આશરે ૬૦૦ જેટલા હિન્દુઓ સામે દીપોત્સવીની ઉજવણીમાં જોડાયા. તેઓે દીપ પ્રકટાવ્યો અને નમસ્તે કરી ઉપસ્થિત સમુદાયનું અભિવાદન કર્યું. તેઓે કહ્યું : વિવિધતા જ આપણા (યુ.એસ.)ની શક્તિ છે, તેથી જ દુનિયાભરમાંથી લોકો અહીં આવવા આકર્ષાય છે. આપણે આ દેશનો તેવો જ આકર્ષણભર્યો રાખવાનો છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આશરે ૫૨ લાખ ભારતીયો (ઇન્ડીયન અમેરિકન્સ) વસે છે. તે પૈકી ૨૩ લાખ મતાધિકાર ધરાવે છે.
આ ભારતીયોના મત ઘણા મહત્ત્વના બની રહ્યા છે. વિશેષત: ઉપપ્રમુખ અને ચૂંટણીમાં પ્રમુખપદનાં માટેનાં ઉમેદવાર કમલા હેરિસ મૂળ ભારતીય વંશના હોવાથી ભારતીયો તેઓ તરફે ઝૂકે તે સહજ છે. આ ભારતીયોમાં ઘણા મોટાભાગના હિન્દુઓ છે. તેથી તેમના મત મહત્ત્વના બની રહ્યા છે.