ખેડૂત આંદોલનઃ દિલ્હી જેવા દ્રશ્યો ઈટાલીની રાજધાની રોમમાં જોવા મળ્યા, ખેડૂતોએ ટ્રેકટરો દોડાવ્યા

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
ખેડૂત આંદોલનઃ દિલ્હી જેવા દ્રશ્યો ઈટાલીની રાજધાની રોમમાં જોવા મળ્યા, ખેડૂતોએ ટ્રેકટરો દોડાવ્યા 1 - image


Image Source: Twitter

રોમ, તા. 16. ફેબ્રુઆરી 2024 શુક્રવાર

ભારતની જેમ યુરોપમાં પણ  વિવિધ દેશોમાં ખેડૂતો આંદોલનના માર્ગે છે.ભારતમાં ખેડૂત આંદોલન ફરી શરુ થયુ  છે.ખેડૂતો દિલ્હીની બોર્ડર પર ફરી ધામા નાંખીને બેઠા છે.જોકે સરકારે તેમને દિલ્હીમાં પ્રવેશવા દીધા નથી.

બીજી તરફ ઈટાલીમાં વિફરેલા ખેડૂતોએ રાજધાની રોમમાં દેખાવો કર્યા હતા.ખેડૂતોએ રોમના ઐતિહાસિક ગણાતા  સર્કસ મેક્સિમસ પર હલ્લો બોલાવ્યો હતો.આ સ્થળની ચારે તરફ ખેડૂતોએ પોતાના ટ્રેકટરો દોડાવ્યા હતા.આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ થયુ હતુ.ખેડૂતોનુ એક જૂથ ઈટાલીના વડાપ્રધાન જર્યોજ્યિા મેલોનીના કાર્યાલયની બહાર પણ એકઠુ થયુ હતુ.

26 જાન્યુઆરી, 2021ના રોજ દિલ્હીમાં જે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા તે જ પ્રકારના દ્રશ્યો ઈટાલાની રાજધાનીમાં જોવા મળ્યા હતા.દિલ્હીમાં ખેડૂતો આ દિવસે ટ્રેકટરો સાથે શહેરમાં ઘૂસી ગયા હતા અને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા.આ પૈકીના કેટલાક ખેડૂતોએ લાલ કિલ્લા પર ખાલિસ્તાની ધ્વજ ફરકાવ્યો હતો.

દિલ્હીની યાદ અપાવે તેવા દ્રશ્યો ઈટાલાની રાજધાની રોમમાં પણ જોવા મળ્યા હતા.યુરોપના 10 જેટલા દેશોમાં ખેડૂતો પોતાના દેશોની સરકાર સામે આંદોલન કરી રહ્યા છે અને તેમનો વિરોદ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે.

દુનિયામાં કુલ મળીને 66 દેશોમાં ખેડૂતોએ આંદોલનનો સહારો આ વર્ષે લીધો છે.જે દર્શાવે છે કે, ભારત સહિત દુનિયામાં ખેડૂતોની પરેશાની વધી રહી છે.


Google NewsGoogle News