Get The App

હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું મુત્યુ કે પછી કાવતરું ? ઇરાનમાં ચર્ચાએ જોર પકડયું

રઇસી અઝરબેઝાનમાં એક ડેમનું ઉદઘાટન કરીને પાછા ફરતા હતા

રઇસી ઇરાનના સુપ્રિમ લિડર આયાતોલ્લાહ ખોમેનીના પ્રિય હતા

Updated: May 20th, 2024


Google NewsGoogle News
હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું મુત્યુ કે પછી કાવતરું ? ઇરાનમાં ચર્ચાએ જોર પકડયું 1 - image


તહેરાન,૨૦ મે,૨૦૨૪,સોમવાર 

હેલિકોપ્ટર ક્રેશમાં ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું મુત્યુ થતા ઇરાનમાં અટકળોનો દોર શરુ થયો છે.  રઇસીની સાથે સફર કરતા વિદેશમંત્રી હોસેની અમીર અબ્દુલ્લાહિયાનનું પણ મુત્યુ થતા ઇરાનમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઇરાની રાષ્ટ્પતિ રઇસી ગત રવીવારના રોજ અઝરબેઝાન (ઇરાનનો એક વિસ્તાર)માં એક ડેમનું ઉદઘાટન કરવા ગયા હતા. કાર્યક્રમ પુરો કર્યા પછી તેઓ તબરેજ શહેર આવી રહયા હતા ત્યારે વર્જેકાન શહેરના પહાડી વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર દુર્ઘટના ખરાબ હવામાનના કારણે થઇ હોવાનું માનવામાં આવે છે. 

જો કે જે પરીસ્થિતિમાં  ઘટના બની છે તે શંકા પેદા કરે છે. સોશિયલ મીડિયામાં ઇઝરાયેલનો હાથ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે પરંતુ બીજી એક થિયેરી રજૂ થઇ રહી છે તે આંખ ઉઘાડનારી છે જેમાં ઇરાનના સત્તાકારણનું આંતરિક રાજકારણ જણાય છે. ઇરાનના બંધારણ મુજબ જો પદ પરના રાષ્ટ્રપતિનું મુત્યુ થાય તો સુપ્રીમ લીડરની મંજૂરથી ઉપ રાષ્ટપતિ, સંસદના સ્પીકર અને ચીફ જસ્ટિસ એક કાઉન્સિલ તૈયાર કરીને નવા રાષ્ટ્રપતિ પસંદ કરે છે. રઇસીની અણધારી વિદાય પછી મોહમ્મદ બાગેર ગાલીબાફનું નામ સૌથી વધુ ચર્ચામાં છે.

હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું મુત્યુ કે પછી કાવતરું ? ઇરાનમાં ચર્ચાએ જોર પકડયું 2 - image

ગાલીબાફ સંસદના સ્પીકર છે અને તેઓ રાષ્ટ્રપતિ બનવાની મહત્વકાંક્ષા ધરાવતા હોવાનું બહાર આવ્યું છે. ગાલીગાફ ૨૦૧૭ અને ૨૦૨૧માં ઇબ્રાહિમ રઇસીના કારણે જ રાષ્ટ્રપતિ બની શકયા ન હતા. ઇરાનમાં રાષ્ટ્રપતિ પાસે સિમિત પાવર હોય છે ખરી સત્તા તો ૮૫ વર્ષના સુપ્રિમ લિડર આયાતોલ્લાહ અલી ખોમેની ધરાવે છે.  સુપ્રિમ લિડર સાથે રાષ્ટ્રપતિ રઇસી સારા સંબંધો ધરાવતા હતા. ૮૫ વર્ષના સુપ્રિમ લિડર અસાધ્ય બીમારીથી પીડાતા હોવાથી ઇબ્રાહિમ રઇસીને જ તેમના ઉતરાધિકારી માનવામાં આવતા હતા.

રઇસીને ઇરાનમાં પ્રભાવશાળી ગણાતી ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડસ કોર્પ્સ (આઆરજીસી) પણ પસંદ કરતી હતી. જો કે રઇસીની ચિર વિદાય પછી ખોમેનીના પુત્ર મોજતાબા માટે માર્ગ મોકળો થઇ ગયો હોવાની થિએરી ચાલી રહી છે. ઇરાનના કેટલાક એકિટવિસ્ટો હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોજબાબાનો હાથ પણ હોઇ શકે છે એવી શંકા વ્યકત કરી રહયા છે. 



Google NewsGoogle News