VIDEO : વિસ્ફોટકોથી ઢંકાયેલા હમાસના આતંકીઓના મૃતદેહ, સ્કૂલ બેગમાંથી મળ્યો બોમ્બ

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
VIDEO : વિસ્ફોટકોથી ઢંકાયેલા હમાસના આતંકીઓના મૃતદેહ, સ્કૂલ બેગમાંથી મળ્યો બોમ્બ 1 - image


Image Source: Twitter

- ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી શરૂ થયેલુ યુદ્ધ હજું પણ ચાલુ

તેલ અવીવ, તા. 23 ઓક્ટોબર 2023, સોમવાર

હમાસના આતંકવાદીઓ 7 ઓક્ટોબરના રોજ પૂરા પ્લાનિંગ સાથે ઈઝરાયેલમાં નરસંહાર કરવા માટે દાખલ થયા હતા અને તેઓ ગયા બાદ પણ અનેક જીવલેણ જાળ પાથરી ગયા છે. IDFની યાહલોમ યુનિટ વિસ્ફોટકો અને હથિયારો એકઠા કરવાનું ખતરનાક કામ કરી રહી છે. જેનો ઉપયોગ આતંકવાદીઓએ નરસંહાર માટે કર્યો હતો. ઈઝરાયેલના અધિકારીઓએ જણાવ્યું કે, હમાસના લડવૈયાઓ અનેક મૂર્ખતાપૂર્ણ જાળ પણ છોડી ગયા છે જેને હવે હટાવવામાં આવી રહી છે. આ મામલે સબંધિત એક વીડિયો પણ ઈઝરાયેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

વિસ્ફોટકોથી ઢંકાયેલા મળ્યા મૃતદેહ

IDFની એક યુનિટ હાલમાં એ ક્ષેત્રને સાફ કરી રહી છે જ્યાં હમાસના લડવૈયાઓએ નરસંહાર કર્યો હતો. ત્યાં હજું સુધી લોકોનો સામાન, કેટલાક હથિયારો અને મૃતદેહો પડેલા છે. પરંતુ હમાસના લડવૈયા દ્વારા પાથરવામાં આવેલી જાળના કારણે આ કામમાં કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મૃતકોના કેટલાક મૃતદેહો કથિત રીતે વિસ્ફોટકોથી ઢંકાયેલા મળી આવ્યા. આવી સ્થિતિમાં મૃતદેહોને હટાવતા જ ધમાકો થવાનું જોખમ છે. એટલા માટે IDFની એન્જિનિયરિંગ યુનિટ ખૂબ જ સાવધાનીથી અંજામ આપી રહી છે. 

સ્કૂલ બેગમાં 7 કિલોનો બોમ્બ

આ સાથે સબંધિત એક વીડિયો પણ ઈઝરાયેલ દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં IDF એક બાળકના સ્કૂલ બેગની તપાસ કરતા નજર આવી રહ્યા છે. આ બેગ એક ખેતરમાં પડેલું મળી આવ્યુ હતું. જેમાં એક રિમોટથી ચાલતુ વિસ્ફોટક ઉપકરણ હતું. જેનો વજન 7 કિલોગ્રામ છે. હમાસે વિચાર્યું હશે કે, કોઈ સામાન્ય નાગરિક આ બેગ ઉઠાવશે તો વિસ્ફોટ થઈ જશે. 

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી શરૂ થયેલુ યુદ્ધ હજું પણ ચાલુ જ છે. ગાઝા પટ્ટી પર ઈઝરાયેલે હવે જમીની યુદ્ધ શરૂ કરી દીધુ છે. 


Google NewsGoogle News