Get The App

ગાજામાંથી 8 દિવસમાં ઇઝરાયલના 7 અપહ્ત નાગરિકોના મૃતદેહો શોધાયા, હમાસની ક્રુરતા સામે આવી

હમાસે ક્રોસ બોર્ડર હુમલો કરીને ૨૫૨ નાગરિકોનું અપહરણ કર્યુ હતું

હજુ ૧૨૫ જેટલા અપહ્તો ગાજામાંથી છોડાવવાના બાકી રહયા છે.

Updated: May 24th, 2024


Google NewsGoogle News
ગાજામાંથી 8 દિવસમાં ઇઝરાયલના 7 અપહ્ત નાગરિકોના મૃતદેહો શોધાયા, હમાસની ક્રુરતા સામે આવી 1 - image


જેરુસલામ, 24 મે, 2024, શુક્રવાર 

Israel Hamas War : ઇઝરાયલ સૈન્યએ ઉત્તરી ગાજામાં મોડી રાત્રે ઓપરેશન ચલાવીને અપહ્ત કરાયેલામાંના 3 ઇઝરાયેલી નાગરિકોના મૃતદેહ પાછા મેળવ્યા હતા. આ નાગરિકો 7 ઓકટોબરે હમાસના હુમલામાં અપહરણ કરાયેલા ઇઝરાયેલીઓ માંના હતા. અમેરિકાના સમાચાર પત્ર વોશિંગ્ટન પોસ્ટમાં જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયા ઇઝરાયેલી મિલિટરીએ 7 મૃતદેહો કબ્જે કર્યા છે. 

અપહરણ થયેલા નાગરિકોના પરિવારજનોના ફેમિલી સંગઠન અમ્બ્રેલા ગુ્પે હાનન યબ્લોન્કા 42 વર્ષ, મિશેલ નિસેનબૌમ 59 વર્ષ અને ઓરિઅન હર્નાન્ડેઝ રેડોક્સ 30 વર્ષ તરીકે ઓળખ કરી હતી. યબ્લોન્કા અને નિસેનબૌમની નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાંથી અપહરણ થયું હતું. ઇઝરાયેલ સરકાર પર અપહરણનો ભોગ બનેલા નાગરિકોના સગા સંબંધીઓનું ખૂબજ દબાણ છે. ઇઝરાયેલી નેતૃત્વ કોઇ પણ સમજૂતી કરીને પોતાના સ્વજનોને પાછા લાવે તેવી રજૂઆતો અને ઠેર ઠેર પ્રદર્શનો પણ કર્યા છે. 

ગાજામાંથી 8 દિવસમાં ઇઝરાયલના 7 અપહ્ત નાગરિકોના મૃતદેહો શોધાયા, હમાસની ક્રુરતા સામે આવી 2 - image

ઇઝરાયેલી સરકારના અનુમાન અનુસાર અંદાજે ૨૫૨ જેટલા નાગરિકોને 7 ઓકટોબરના ક્રોસ બોર્ડર હુમલામાં ઉપાડી જવાયા હતા. તેમાંથી કત્તારની પહેલ હેઠળ નવેમ્બર મહિનામાં થયેલી એક સમજૂતી હેઠળ 112 અપહ્તોને છોડાવવામાં આવ્યા હતા.

ઇઝરાયેલની જેલમાં હમાસના ખુંખાર લડવૈયાઓ પુરાયેલા છે. હમાસે તેમના માણસોને છોડવાની શરત સાથે અપહરણ કરાયેલા ઇઝરાયેલી નાગરિકોને છોડવાની તૈયારી દર્શાવી હતી. ઇઝરાયેલના વડાપ્રધાનના કાર્યાલયની માહિતી અનુસાર કુલ ૧૨૫ જેટલા અપહ્તો હજુ ગાઝામાં બાકી રહયા છે જેમાં 39 મૃતકોનો પણ સમાવેશ થાય છે.



Google NewsGoogle News