જોખમ ટળ્યું! આજે બપોરે પૃથ્વીની એકદમ નજીકથી પસાર થયો એસ્ટ્રોઈડ, ટકરાત તો મચી જાત તબાહી
ASTEROID ALERT: પૃથ્વી પરથી આજે એક મોટું જોખમ ટળ્યું છે. આજે એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ બપોરે 2:15 કલાકે એસ્ટરોઈડ 2024 RN16 ધરતીથી માત્ર 16 લાખ કિલોમીટરના અંતરેથી પસાર થયો હતો. એટલે કે ચંદ્રના અંતર કરતાં માત્ર ચાર ગણું વધારે છે. અંતરિક્ષમાં આ અંતર સામાન્ય છે. 110 ફૂટ પહોળા પથ્થરની સ્પીડ 104,761 કિમી પ્રતિ કલાક હતી. આ એ એપોલો ગ્રૂપનો એસ્ટરોઈડ છે જેનાથી પૃથ્વીને ખતરો રહે છે.
આ એસ્ટરોઈડ પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી નીકળે છે. તેથી ઘણી વખત તે પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થાય છે. આ સમૂહના એસ્ટરોઈની શોધ એપોલોએ 1862માં કરી હતી. તેથી તેનું નામ એપોલો એસ્ટરોઈડ રાખવામાં આવ્યું છે. તેની વિશેષતા એ છે કે તે પૃથ્વીનો રસ્તો ક્રોસ કરે છે. જો આ 110 ફૂટનો એસ્ટરોઈડ પૃથ્વી સાથે ટકરાયો હોત તો ભારે તબાહી સર્જાઈ હોત.
999 વર્ષમાં એક વાર બનતી ઘટના ટળી
NASAએ જણાવ્યું કે જો 2024 RN16 એસ્ટરોઈડ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ્યો હોત તો તે સપાટીથી 29 કિલોમીટર ઉપર ધમાકા સાથે ફાટ્યો હોત. તેનાથી 16 મેગાટન TNT જેટલી ઉર્જા નીકળે છે. જેના કારણે ભયંકર શોકવેવ ઉત્પન્ન થાય છે. આવી ટક્કર કે ઘટના 999 વર્ષમાં માત્ર એક જ વાર બને છે. સદ્ભાગ્યે આ એસ્ટરોઈડ પૃથ્વી પાસેથી પસાર થઈને નીકળી ગયો.
NASA આવી રીતે રાખી રહ્યું હતું નજર, ટ્રેકિંગ ચાલી રહી હતી
નાસાનું સેન્ટર ફોર નીઅર-અર્થ ઓબ્જેક્ટ્સ સ્ટડી (CNEOS) આ એસ્ટરોઈડ પર સતત નજર રાખી રહ્યું હતું. આ ઉપરાંત માઈનોર પ્લેનેટ સેન્ટર પણ મોનિટરિંગ કરી રહ્યું હતું. આ સાથે જ ગોલ્ડસ્ટોન સોલર સિસ્ટમ રડારની તેના પર નજર હતી. જેથી આ એસ્ટ્રોઈડનો માર્ગ અને ગતિ જાણી શકાય.