ચેક રિપબ્લિકની ક્રિસ્ટિના પિસ્ઝકોવા 112 દેશની સુંદરીઓને હરાવીને બની મિસ વર્લ્ડ, જાણો તેની રસપ્રદ વાતો

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
ચેક રિપબ્લિકની ક્રિસ્ટિના પિસ્ઝકોવા 112 દેશની સુંદરીઓને હરાવીને બની મિસ વર્લ્ડ, જાણો તેની રસપ્રદ વાતો 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 10 માર્ચ 2024 રવિવાર

ચેક રિપબ્લિકની ક્રિસ્ટિના પિસ્ઝકોવાએ 100થી વધુ સુંદરીઓને પછાડીને 71મી મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. મિસ વર્લ્ડ 2024નો ભવ્ય સમારોહ મુંબઈમાં આયોજિત થયો. આ સ્પર્ધામાં ક્રિસ્ટિના પિસ્ઝકોવાએ 112 સ્પર્ધકોને માત આપીને મિસ વર્લ્ડનો તાજ પહેર્યો છે. 

મિસ વર્લ્ડ 2024નું ભવ્ય આયોજન શનિવારે મોડી રાતે મુંબઈના જિયો સેન્ટરમાં થયું હતું. આ દરમિયાન 25 વર્ષીય મોડલ ક્રિસ્ટિના પિસ્ઝકોવાની મિસ વર્લ્ડ 2024 તરીકે પસંદગી થઈ હતી. આ સ્પર્ધામાં સિની શેટ્ટીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, પરંતુ તેઓ મિસ વર્લ્ડ બનવાથી ચૂકી ગઈ અને તેને આઠમું સ્થાન મળ્યું.

મિસ વર્લ્ડ 2024 વિનર ક્રિસ્ટિના પિસ્ઝકોવા ચેક રિપબ્લિકમાં રહે છે, જેનો જન્મ 19 જાન્યુઆરી 1999એ થયો હતો. ક્રિસ્ટિના પિસ્ઝકોવા મોડલ હોવાની સાથે-સાથે એક વિદ્યાર્થિની હોવાની સાથે સમાજસેવિકા પણ છે. ક્રિસ્ટિના કાયદો અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરી રહી છે. આ સાથે તે એક મોડલ તરીકે પણ કામ કરે છે.

મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન અનુસાર ક્રિસ્ટિનાએ પોતાના નામે આફ્રિકાના દેશ ટાન્ઝાનિયામાં ગરીબ-વંચિત બાળકો માટે એક અંગ્રેજી સ્કૂલ ખોલી છે. અહીં તે વૉલેન્ટિયર તરીકે પોતાની સેવા આપી રહી છે. ક્રિસ્ટિનાને સંગીતનો શોખ છે. તેને વાયોલિન વગાડવાનું પણ પસંદ છે. કળા પ્રત્યે  પણ તે ઊંડી રૂચિ ધરાવે છે અને આ જ કારણસર તેણે એક આર્ટ એકેડેમીમાં પણ નવ વર્ષ પસાર કર્યા છે. 

નોંધનીય છે કે, ક્રિસ્ટિના પિસ્ઝકોવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1,89,000 ફોલોઅર છે. 


Google NewsGoogle News