Get The App

ફિલિપાઇન્સમાં એક જ મહિનામાં છઠ્ઠી વખત ત્રાટક્યું વાવાઝોડું: પાંચ લાખ લોકો બેઘર, વીજળી-પાણી બંધ

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
ફિલિપાઇન્સમાં એક જ મહિનામાં છઠ્ઠી વખત ત્રાટક્યું વાવાઝોડું: પાંચ લાખ લોકો બેઘર, વીજળી-પાણી બંધ 1 - image


Typhoon Man-yi: પ્રશાંત મહાસાગરનો દ્વીપ દેશ ફિલિપાઇન્સ સતત કુદરતી આપત્તિઓનો સામનો કરતો આવી રહ્યો છે. જાણે કુદરત ફિલિપાઇન્સ પર નારાજ છે. છેલ્લા એક મહિનામાં, દેશમાં છ વખત ખતરનાક તોફાનો આવ્યા છે. એક વાવાઝોડુંના નૂક્સાનમાંથી બહાર આવે કે ફરી બીજા વાવાઝોડુંનો સામનો કરવો પડે છે. આમ, ફિલિપાઇન્સ સતત કુદરતી આપત્તિઓનો સામનો કરી રહ્યું છે.

શનિવારે ફરી જોરદાર વાવાઝોડું

શનિવારે ફિલિપાઇન્સમાં ફરી એક વાવાઝોડું આવ્યું, જેને ટાઈફૂન મૈન-યી નામ આપવામાં આવ્યું છે. ફિલિપાઇન્સના દક્ષિણ ભાગમાં આ વાવાઝોડું 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયું હતું. આ વાવાઝોડુંને કારણે પાંચ લાખથી વધુ લોકોને અસર પહોંચી છે. આ વિસ્તારમાં વિજળી નથી અને બધે વિનાશ જોવા મળી રહ્યો છે. અંધારું છવાયેલું છે અને લોકો કમ્યુનિટી સેન્ટરોમાં રહેવા માટે મજબૂર થયા છે. કૈટન ડુઆન શહેરના ગવર્નરે લોકોને પ્રાર્થના કરવાની વિનંતી કરી છે.

પાંચમી શ્રેણીનું વાવાઝોડું

ટાઈફૂન મૈન-યીથી શનિવારે ભારે નૂક્સાન થયું છે. તે બાદ તરત જ પાંચ લાખ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે અસરગ્રસ્ત લોકોની સંખ્યા પાંચ લાખ કરતાં વધારે હોઈ શકે છે. આ વાવાઝોડુંને પાંચમાં લેવલમાં ગણવામાં આવ્યું છે, જે ખૂબ જ વિનાશકારી હોય છે. 250 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપના વાવાઝોડુંોને આ શ્રેણીમાં રાખવામાં આવે છે.

ફિલિપાઇન્સમાં એક જ મહિનામાં છઠ્ઠી વખત ત્રાટક્યું વાવાઝોડું: પાંચ લાખ લોકો બેઘર, વીજળી-પાણી બંધ 2 - image

પાંચ લાખ લોકોનું સ્થળાંતર

ફિલિપીન સમાચાર એજન્સી અનુસાર, શુક્રવાર અને શનિવારે દેશના ઉત્તર વિસ્તારમાંથી લગભગ 26,000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ પહેલાં, પૂર્વ વિસ્તારના 18,000 લોકોને પહેલેથી જ સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા. પૂર્વ વિસ્તારની હોસ્પિટલના દર્દીઓને કમ્યુનિટી હોલમાં પહોચાડવામાં આવ્યા હતા. આ વાવાઝોડું બાદ જીવનમાં ભારે વિનાશજનક અસર જોવા મળી છે. લોકોના ઘરો તૂટી ગયા છે, રસ્તાઓ પર ઝાડ પડ્યા છે અને લાઇટ નથી.

ચેતવણી

ફિલિપાઇન્સની મૌસમ એજન્સી PAGASA દ્વારા કૈટન ડુઆન માટે પાંચમાં લેવલની ચેતવણી આપવામાં આવી છે. સુપર ટાઈફૂન મૈન-યીથી ભારે નૂક્સાનની ચેતવણી છે. ગવર્નરે પ્રાર્થના અને મદદ માટે લોકોને વિનંતી કરી છે. વિજળી વિભાગ, ફ્રી કોલ સર્વિસ, અને લોકોને કપડાં અને ભોજન આપતી સંસ્થાઓ સાથે વાત કરી છે.

આ પણ વાંચો: ફિનલેન્ડની 100 મેગા વોટ સેન્ડ બેટરી કચરામાંથી જનરેટ કરશે પાવર, ક્લિન એનર્જી તરફ પ્રયાણ

બે અઠવાડિયામાં ચોથું વાવાઝોડું

મૌસમ વિભાગ જણાવે છે કે બે અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં ફિલિપાઇન્સમાં આવનારું મૈન-યી ચોથું વાવાઝોડું છે. ફિલિપાઇન્સના ઇતિહાસમાં અગાઉ ક્યારેય આવું નહોતું થયું. પહેલા ત્રણ વાવાઝોડું અલગ વિસ્તારોમાં આવ્યા હતા, પરંતુ આ દક્ષિણ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે. કૈટન ડુઆનને પસાર કરીને રવિવારે બપોર સુધીમાં આ વાવાઝોડું મનીલાથી 110 કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વ તરફ પહોંચી શકે છે.


Google NewsGoogle News