જાપાન એરલાઈન્સ પર સાયબર એટેક, 9 ફ્લાઈટો મોડી પડી, ટિકિટ વેચાણ પણ ઠપ કરાયું
Japan Airlines Cyber Attack: જાપાનની બીજી સૌથી મોટી એરલાઇન કંપની જાપાન એરલાઇન્સ પર ગુરુવારે સાયબર એટેક કરવામાં આવ્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. તેમજ હુમલાની જાણ થતા જ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ સાયબર હુમલો ગુરુવારે સવારે લગભગ 7.30 વાગ્યે થયો હતો. તેનાથી એરલાઈન્સની આંતરિક અને બાહ્ય સિસ્ટમ પર અસર પડી છે.
એરલાઈન્સની સેવા પર અસર
જાપાન મીડિયાના અહેવાલ મુજબ, સાયબર હુમલાના કારણે જાપાન એરલાઈન્સની નવ ડોમેસ્ટિક ફ્લાઈટ સેવાઓ મોડી પડી હતી. એરલાઈન્સે એક નિવેદનમાં કહ્યું કે, અમને સાયબર એટેકની જાણ થઈ છે. અમે સિસ્ટમનું રિકવરી સ્ટેટસ તપાસી રહ્યા છીએ. આ દરમિયાન ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટની ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. તમને થયેલી અસુવિધા માટે અમે દિલગીર છીએ.
મુસાફરોને અસુવિધા થઈ હતી
સાયબર હુમલાના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી પડી રહી છે, જેના કારણે મુસાફરોને અસુવિધા થાય છે. ખાસ કરીને જે મુસાફરોએ તેમની મુસાફરીનું અગાઉથી પ્લાનિંગ કર્યું હતું તેઓ આ પરિસ્થિતિથી પરેશાન છે.
સુરક્ષા સંબંધિત પ્રશ્નો
આ ઘટનાએ સાયબર સિક્યોરિટીને લઈને મોટો સવાલ ઉભો કર્યો છે. નિષ્ણાતો માને છે કે એરલાઇન્સ જેવી મોટી સંસ્થાઓએ તેમની સાયબર સિક્યોરિટી સિસ્ટમને વધુ મજબૂત કરવાની જરૂર છે.