દુનિયાભરમાં સાયબર એટેકથી હાહાકાર, 995 કરોડ પાસવર્ડ લીક, Obama Careના નામે છેતરપિંડી
Biggest Data Breach : હેકરોએ ફરી એકવાર દુનિયાભરમાં ત્રાટકીને સૌથી મોટા ડેટા લીકને અંજામ આપ્યો છે. આ વખતે હેકરોએ 995 કરોડથી પણ વધુ પાસવર્ડ લીક કરી દીધા છે. આ તમામ પાસવર્ડની ફાઈલ Obama Care નામના યુઝરે પોસ્ટ કરી છે, જેને Rockyou2024 નામ અપાયું છે. આ ફાઈલમાં અનેક સેલિબ્રિટીના નામ પણ સામેલ છે.
995 કરોડ પાસવર્ડની ચોરી
દુનિયાના સૌથી મોટા સાયબર એટેક થયો હોવાની જાણકારી સામે આવી છે. જેમાં હેકરોએ 995 કરોડ પાસવર્ડની ચોરી કરીને ઈન્ટરનેટની દુનિયામાં જાહેર કર્યા છે. તેવામાં દેશમાં સાયબર સુરક્ષા સામે અનેક સવાલો થઈ રહ્યાં છે. ફોબર્સના એક રિપોર્ટ પ્રમાણે, Obama Car હેકર ટીમે 995 કરોડ પાસવર્ડ લીક કર્યા છે. આ ડેટા લીકની જાણકારી Rockyou2024 નામના એક રિપોર્ટમાં સામે આવી છે. લીક કરવામાં આવેલો ડેટા ઓનલાઈન સર્વિસમાં ઉપયોગમાં લેવાતા પાસવર્ડ્સ છે.
સેલિબ્રિટીઓની અંગત માહિતી લીક
આ રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે, લીક કરાયેલા ડેટામાં સેલિબ્રિટીઓની અંગત માહિતી પણ સામેલ છે. હેકરો દ્વારા ગેરકાયદે રીતે અનેક ઓનલાઈન એકાઉન્ટ્સ એક્સેસ કરીને તેના પાસવર્ડ સહિત અન્ય અંગત માહિતીની ચોરી કરી હતી. આ સાથે લીક કરાયેલા ટેડામાં ઘણાં બધાં કર્મચારીઓની માહિતી પણ જાહેર કરવામાં આવી છે.
ઈ-મેઈલ આઈડી અને લોગિન ડેટાની ચોરી
હેકરોએ પાસવર્ડ લીક કરવાની સાથે ડેટામાં અનેક લોકોના ઈ-મેઈલ આઈડી અને લોગ ઈનની જાણકારી મેળવી લીધી હતી. હેકરો દ્વારા ચોરી કરાયેલા આ ડેટાનો દુરુપયોગ પણ થઈ શકતો હોવાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ડેટા લીકથી વ્યક્તિની પોતાના ઓળખ છતી થવાથી ઈન્ટરનેટની દુનિયામાં વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવો ખુબ મુશ્કેલ બન્યો છે.
UGCએ શિક્ષણ સંસ્થા પાસે સાયબર સુરક્ષાની માહિતી માંગી
દુનિયાના સૌથી મોટા સાયબર ફ્રોડની ઘટના પછી સાયબર સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયાં છે. તેવામાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થા પાસે સાયબર સુરક્ષા અંગે માહિતી માંગવામાં આવી છે. આ ઉપરાંત, ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીઓને સાયબર ગુનાઓથી બચાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે.
સાયબર એટેકથી બચવા શું કરવું
- ટૂંકા અને સરળ પાસવર્ડને બદલે લાંબા અને અઘરા પાસવર્ડ બનાવવા જોઈએ.
- સમયાંતરે પાસવર્ડમાં મોટા ફેરફાર કરીને બદલવા જરૂરી છે.
- સાયબર સંબંધિત અનેક જાણકારી રાખવી અને નવી અપડેટથી જાગૃત રહેવું.