Get The App

જાપાન એરલાઇન્સ પર સાઇબર હુમલો થતાં વિમાની સેવા ખોરવાઈ

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
જાપાન એરલાઇન્સ પર સાઇબર હુમલો થતાં વિમાની સેવા ખોરવાઈ 1 - image


- સવારમાં 7:24 વાગે સાઈબર હુમલો

- કંપનીએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ટિકિટનું વેચાણ બંધ કર્યુ 

ટોક્યો : જાપાન એરલાઇન્સ પર ગુરુવારે સાઇબર હુમલો થતાં થોડા સમય માટે વિમાની સેવા ખોરવાઈ ગઈ હતી. તેના લીધે કેટલીક સ્થાનિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો અને ટિકિટ વેચાણ સસ્પેન્ડ થયું હતું, પણ હવે તેની સિસ્ટમ પૂર્વવત્ થઈગઈ હોવાનું તેણે જણાવ્યું હતું.

એરલાઇન્સે જણાવ્યું હતું કે આ હુમલામાં ગ્રાહકને લગતી કોઈપણ પ્રકારની માહિતી લીક થઈ નથી. તેની સાથે કમ્પ્યુટર વાઇરસના લીધે સિસ્ટમ્સને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. આ હુમલો સવારે ૭-૨૪ વાગે થયો હતો. તેના લીધે એરલાઇન્સની આંતરિક અને બાહ્ય સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. તેણે કામચલાઉ ધોરણે રાઉટરને બંધ કર્યુ હતુ, જેથી ગેરરીતિ થતી અટકે. તેની સાથે ગુરુવારે ઉપડતી ફ્લાઇટ્સનું ટિકિટ વેચાણ પણ બંધ કરી દેવાયું હતું.

એરલાઇન્સે જણાવ્યું હતું કે તેમણે સવારે ૮:૫૬ વાગે આ પ્રકારના હુમલાનું કારણ શોધી કાઢ્યુ હતુ અને તેના સંદર્ભમાં પગલું લીધું હતું તથા તકલીફ ઉકેલાઈ નહીં ત્યાં સુધી ટિકિટ વેચાણ અટકાવી દીધું હતું. એરલાઇન્સે છેલ્લે દાવો કર્યો હતો કે સિસ્ટમ નિષ્ફળ જવાનું કારણ મોટા પ્રમાણમાં ડેટા હતો તે હતુ. છેલ્લે સ્થાનિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે, પરંતુ એરલાઇનના એરપોર્ટ સ્ટેન્ડ બાય ડિવાઇસ અને સેમ ડે અપગ્રેડ પ્રોસીજર હજી પણ સસ્પેન્ડેડ છે.


Google NewsGoogle News