Get The App

ઈરાન પર મોટો સાઈબર એટેક, પરમાણુ ઠેકાણાઓને નિશાને લીધા, અનેક મહત્ત્વની માહિતીઓ ચોરાઈ

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
ઈરાન પર મોટો સાઈબર એટેક, પરમાણુ ઠેકાણાઓને નિશાને લીધા, અનેક મહત્ત્વની માહિતીઓ ચોરાઈ 1 - image


Iran-Israel War: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે શનિવારે (12 ઓક્ટોબર) ઈરાન ઉપર મોટો સાઈબર એટેક થયો છે. મળતી માહિતી મુજબ, ઈરાનની સરકાર અને ન્યૂક્લિયર સ્થળો પર કરવામાં આવેલા આ સાઈબર એટેકમાં ઘણી મહત્ત્વની જાણકારીઓ ચોરી કરવામાં આવી છે. આ હુમલામાં સરકારની ત્રણ બ્રાન્ચને નિશાનો બનાવ્યો છે. આ સાઈબર એટેક ક્યારે થયો અને કોણે કર્યો તે વિશે કોઈ સૂચના મળી નથી. નોંધનીય છે કે, ઓક્ટોબરમાં ઈરાને ઈઝરાયલ પર મિસાઇલનો વરસાદ કર્યો હતો. ત્યારથી જ ઈઝરાયલ લાલઘૂમ થયું છે અને તેણે બદલો લેવાનું નક્કી કર્યું છે. થોડા દિવસો પહેલાં ઈઝરાયલ વડાપ્રધાને આ વિશે એક બેઠક પણ કરી હતી, જેમાં ઈરાનના ન્યૂક્લિઅર સ્થળોને નિશાનો બનાવવા સંબંધિત ચર્ચા થઈ હતી. 

મોટી સંખ્યામાં જાણકારીઓ ચોરાઈ

ઈરાન ઈન્ટરનેશનલે ઈરાનના સુપ્રીમ કાઉન્સીલ ઑફ સાઈબરસ્પેસના પૂર્વ સચિવ ફિરોઝાબાદીને ટાંકીને કહ્યું કે, ઈરાનની સરકારની તમામ ત્રણ શાખા ન્યાયપાલિકા, ધારાસભા અને કારોબારી શાખાઓ પર મોટો સાયબર એટેક થયો છે. અહીંથી મોટી સંખ્યામાં જાણકારી ચોરવામાં આવી છે. આ હુમલામાં પરમાણું સ્થળની સાથે-સાથે ઈંધણ વિતરણ, નગરપાલિકા નેટવર્ક, પરિવહન નેટવર્ક, બંદરો અને અન્ય નેટવર્કને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આ દેશભરમાં વિભિન્ન ક્ષેત્રોની એક લાંબી લિસ્ટનો ભાગ છે, જેના પર હુમલો કરવામાં આવી રહ્યો છે. 

આ પણ વાંચોઃ ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા, આખી દુનિયામાં છવાશે અંધકાર...', જીવતા નોસ્ત્રેડેમસની ભવિષ્યવાણી

આ સાઈબર એટેક એવા સમયે થયો જ્યારે અમેરિકાએ ઈઝરાયલ પર ઘણાં પ્રતિબંધ લગાવ્યા છે. પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ સેક્ટર્સ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ ઈઝરાયલ પર ઈરાનના મિસાઇલ હુમલા બાદ લગાવામાં આવ્યા છે. અમેરિકાનું આ પગલું તે કડીમાં છે, જેમાં ઈરાનને મિસાઇલ પ્રોગ્રામ્સ માટે સરકારી મદદ આપવાથી રોકે છે.

આ પણ વાંચોઃ યુદ્ધમાં રશિયાની એન્ટ્રી, ઈઝરાયલને આપી ધમકી! ઈરાનને જાહેરમાં કર્યો ટેકો! અમેરિકા ટેન્શનમાં

ઈરાને લીધો બદલો? 

આ પહેલાં ઈરાને કહ્યું હતું કે, તેનો કટ્ટર દુશ્મન ઈઝરાયલ હુમલો કરે છે તો તે પોતાની સાર્વભૌમત્વની રક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઈસ્લામિક રિપબ્લિકને પોતાના બે નજીકના સહયોગી હમાસ નેતા ઇસ્માઈલ હાનિયા અને હિઝબુલ્લા નેતા હસન નસરલ્લાહ સાથોસાથ એક ઈરાની જનરલની હત્યાના બદલા રૂપે 1 ઓક્ટોબરે ઈઝરાયલ પર મિસાઇલ હુમલો કર્યો હતો.


Google NewsGoogle News