પેરુના કુસકોનું અનોખું વિચીઝ બજાર, તાંત્રિક અને સાધનાની વસ્તુઓનો મેળો

પ્રાણીઓની આંખો, જુનો દારુ, ધુવડ તથા વિવિધ પ્રકારના તાવિજો વેચાય છે

જાદુ ટોણા અને ટોટકા માટે વપરાતી માંગો તે વસ્તુ મળી રહે છે

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
પેરુના કુસકોનું અનોખું વિચીઝ બજાર,   તાંત્રિક અને સાધનાની વસ્તુઓનો મેળો 1 - image


કુસકો,21 ડિસેમ્બર,2023,ગુરુવાર 

ભારતને ભલે ભૂતો, તાવિઝ અને માદળીયા માટે બદનામ કરવામાં આવ તો હોય પરંતુ વહેમ અને અંધશ્રધ્ધા તો આખી દૂનિયામાં ફેલાયેલા છે. દક્ષિણ અમેરિકાખંડમાં આવેલા પેરુ નામના લેટિન અમેરિકી દેશના કુસકો શહેરમાં ડાકણ બજાર (વિચીઝ માર્કેટ)નામનું સ્થળ આવેલું છે.

પર્વતમાળાઓની વચ્ચે આવેલા કુસકો શહેરમાં મે થી ઓગસ્ટ માસ દરમિયાન 7 લાખથી પણ વધુ ટુરિસ્ટો મુલાકાતીઓ આવે છે જે ડાકણ બજારથી અચૂક મુલાકાત લે છે. આ બજારમાં પ્રાણીઓના માથા, સુકાઇ ગયેલા ધડ,સુકાઇ ગયેલા દેડકાઓ,જુદા જુદા પ્રાણીઓના શરીરમાંથી કાઢેલી આંખો,જુનો દારુ,ધુવડ તથા વિવિધ પ્રકારના તાવિજો અને માદળિયા મળે છે. જાદુ ટોણા અને ટોટકા માટે વપરાતી માંગો તે વસ્તુ આ બજારમાંથી મળી રહે છે. 

પેરુના કુસકોનું અનોખું વિચીઝ બજાર,   તાંત્રિક અને સાધનાની વસ્તુઓનો મેળો 2 - image

 ઓપન એર બજારમાં જીવનમાં કયારેય કામ ના આવી હોય એવી વિચિત્ર વસ્તુંઓનો ગુણો એવી રીતે સમજાવવામાં આવે છે લોકો ખરીદી કરવા માટે લલચાય છે. નવાઇની વાત એ છે કે પેરુ દેશની સરકાર ટુરિસ્ટો આકર્ષણોમાં કુશકો શહેરના આ વિચિત્ર ડાકણ બજારનો ઇજજ્તથી ઉલ્લેખ કરે છે. ડાકણ બજારમાં દુકાનદારો રંગબેરંગી કપડા પહેરીને સજજ હોય છે. ગોળ ટોપીઓ પહેરીને કાઉન્ટર પર બેઠેલી અમૂક મહિલાઓ તો ડાકણ જેવા પહેરવેશમાં બેઠેલી જોવા મળે છે. 

જેમ આપણે ત્યાં ભૂવાઓ ઘઉંના દાણા પાટ પર પાથરીને ભાગ્યનું સારું નરસુ ભાખે છે તેવી જ રીતે આ ડાકણ બજારમાં પેરુના ભુવાઓ કોકોના બીજના આધારે નસીબ જણાવે છે. આ ઉપરાંત પેરુ અને ભારતની વચ્ચેની બીજી સમાનતા એ છે કે ધરતીને તેવો માતા તરીકે પુજે છે. નવા વ્યવસાયો અને શુભ કામોની શરુઆત પેરુના લોકો પૃથ્વીની આરાધના કર્યા વગર કરતા નથી.જેને ત્યાની ભાષામાં પચમામા કહે છે.



Google NewsGoogle News