6.8 ની તીવ્રતાના ભૂકંપે હચમચાવી નાખ્યો આ દેશ, અનેક ઇમારતોને નુકસાન, લોકો ફફડી ગયા
Earthquake in Cuba : પૂર્વ ક્યુબામાં 6.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેના લીધે ટાપુના બીજા સૌથી મોટા શહેર સેન્ટિયાગો ડી ક્યુબા અને આસપાસના વિસ્તારોની ઇમારતો હચમચી ગઈ હતી. જોકે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
આ અત્યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ
આ ભૂકંપ અંગે જ્યારે સ્થાનિકો જોડે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે આ ભૂકંપ અમારા જીવનકાળમાં અનુભવેલા કોઈપણ ભૂકંપ કરતાં વધુ શક્તિશાળી હતો. જેના કારણે મકાનો અને ઇમારતો ધ્રુજી ગઈ હતી અને ઘરના વાસણો પણ પડી ગયા હતા.
હાલ સુનામીનું કોઈ જોખમ નહીં
અમેરિકની સુનામી અંગે ઍલર્ટ આપતી એજન્સીએ જણાવ્યું હતું કે આ ભૂકંપના પરિણામે સુનામીનો કોઈ ખતરો નથી. ક્યુબામાં કુદરતી આફતોની શ્રેણીમાં આ ધરતીકંપ નવીનતમ છે. ક્યુબાના દક્ષિણપૂર્વ કિનારે ગ્રાન્મા પ્રાંતમાં બાર્ટોલોમે માસોની મ્યુનિસિપાલિટી નજીક ભૂકંપ આવ્યો હતો, જ્યાં ક્યુબન ક્રાંતિ દરમિયાન ભૂતપૂર્વ ક્યુબન નેતા ફિદેલ કાસ્ત્રોનું મુખ્ય મથક હતું.