પહેલા કોરોના, હવે HMPV... ચીનથી જ કેમ દુનિયાભરમાં ફેલાય છે વાઇરસ? 1500 વર્ષ જૂનો છે ઈતિહાસ
Why Dangerous Viruses Spread From China: 5 વર્ષ પહેલા વુહાનથી શરૂ થયેલા કોરોના વાઇરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. આ વાઇરસે આખી દુનિયાને 'લોક ડાઉન'ની સ્થિતિ ઉભી કરી દીધી હતી. તેમજ કોરોના કારણે લગભગ 71 લાખ લોકોના મોત થયા હતા. એવામાં હવે ચીનમાં એક નવો વાઇરસ HMPV આવ્યો છે. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઉઠે છે કે ખતરનાક વાઇરસ માત્ર ચીનથી જ કેમ ફેલાય છે. તેની પાછળ શું કારણો છે? એવામાં જાણીએ કે ચીનથી અત્યાર સુધીમાં કેટલા ખતરનાક વાઇરસ ફેલાયા છે.
વર્ષ 1346માં પણ ચીને આખી દુનિયાને સંકટમાં મૂક્યું હતું
એમાં કોઈ શંકા નથી કે વિશ્વના ઘણા ખતરનાક વાઇરસ ચીનમાંથી ફેલાયા છે. મોઆભાગે બધાને એવું જ લાગતું હશે કે ચીનથી ફેલાતો સૌથી ખતરનાક રોગ કોરોના છે. પરંતુ તે એવું નથી. અહેવાલ મુજબ, ચીનમાંથી ઉદ્દભવેલી સૌથી વિનાશક રોગ પ્લેગ કે બ્લેક ડેથ હતો જેણે આફ્રિકા, એશિયા અને યુરોપમાં વર્ષ 1346 થી 1353 સુધી તબાહી મચાવી હતી. આમાં 200 મિલિયન જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો અંદાજ છે. છઠ્ઠી, 14મી અને 19મી સદીમાં વિશ્વને તબાહ કરનાર પ્લેગના ચીનમાંથી જ ઉદ્ભવ્યો હતો. જ્યારે છેલ્લા 100 વર્ષની વાત કરીએ તો ચીનમાંથી 1918, 1957, 2002 અને 2019માં મહામારી ફેલાઈ હતી.
વર્ષ 1957માં એશિયન ફ્લૂ ફેલાયો હતો
1957-1959 ની વચ્ચે 'એશિયન ફ્લૂ' નામના રોગે માઝા મૂકી હતી. તે પણ ચીનથી જ આખી દુનિયામાં ફેલાયો હતો. માત્ર 2 વર્ષમાં જ આ ફ્લૂના કારણે દુનિયાભરમાં લગભગ 20 લાખ લોકોના મોત થયા છે.
1918માં સ્પેનિશ ફ્લૂ ફેલાયો
1918માં 'સ્પેનિશ ફ્લૂ' તરીકે ઓળખાતી મહામારી હતી. જો કે, આ રોગચાળો એવા સમયે આવ્યો જ્યારે વિશ્વમાં પ્રથમ વિશ્વ યુદ્ધની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ સેન્સરશિપના કારણે આ રોગ કેવી રીતે ફેલાયો તે સ્પષ્ટ નથી. પરંતુ ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ફ્લૂની ઉત્પતિ પણ ચીનમાં થઇ હતી.
વર્ષ 1918ની મહામારીમાં આશરે 50 મિલિયન જેટલા લોકો મૃત્યુ પામ્યા
1918ની મહામારીને સદીની સૌથી ઘાતક મહામારી ગણાવવામાં આવી છે. આ રોગચાળાને કારણે, વિશ્વભરમાં 20 મિલિયનથી 50 મિલિયન લોકો મૃત્યુ પામ્યા. જો કે, કેટલાક અહેવાલો આ આંકડો 100 મિલિયનની નજીક દર્શાવે છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, લગભગ 500 મિલિયન લોકો, એટલે કે તે સમયે વિશ્વની લગભગ 30% વસ્તી, આ રોગચાળાની ચપેટમાં આવી હતી. વર્ષ 2002માં ફેલાયેલી સાર્સ નામના રોગચાળાએ પણ તબાહી મચાવી હતી અને તે ચીનથી પણ ફેલાઈ હતી.
શા માટે ચીનથી જ બધા વાઇરસ ફેલાય છે?
વિશ્વના ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનથી વાઇરસના ફેલાવા પાછળનું કારણ તેની ગીચ વસ્તી છે, જે પ્રાણીઓની ઘણી પ્રજાતિઓ સાથે ખુલ્લા સંપર્કમાં છે. જ્યારે ત્યાં સ્વચ્છતાને લઈને પણ ઘણી સમસ્યા છે. નબળી સ્વચ્છતા અને બેદરકાર દેખરેખ સાથે મોટા પાયે પશુપાલન છે. તેમજ ખેડૂતો વારંવાર તેમના પ્રાણીઓને 'વેટ માર્કેટ'માં લાવે છે જ્યાં તેઓ તમામ પ્રકારના વિદેશી પ્રાણીઓના સંપર્કમાં આવી શકે છે અને રોગચાળો ફેલાય છે.
આ પણ વાંચો: ઝિમ્બાબ્વેમાં સિંહોના જંગલમાં 8 વર્ષનું બાળક 5 દિવસ ભટકતો રહ્યો, જાણો કેવી રીતે જીવ્યો
ચીનની સંસ્કૃતિ પણ જવાબદાર
ચીની લોકોની બીજી સામાન્ય આદત છે. અહીં, જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે, ત્યારે મોટાભાગના લોકો પહેલા પરંપરાગત ચાઈનીઝ મેડિસિન (TCM) લે છે. તેમજ લોકોને સારવારના નામે એક્યુપંક્ચર અથવા બિનઅસરકારક હર્બલ તેમજ પશુ સાથે જોડાયેલા ઉપચાર કરવાનું કહેવામાં આવે છે. આના કારણે વધુ પ્રાણીઓના મોત થાય છે અને લોકોમાં વાઇરસ ફેલાવવાનું જોખમ પણ વધી જાય છે.
આ સિવાય ચીન તેની ખોટી માહિતી, ગુપ્તતા અને સેન્સરશિપ માટે પણ જાણીતું છે, જે નવા રોગોના ઉદભવ અને ફેલાવાની સંભાવના વધારે છે. આ કોરોના દરમિયાન પણ જોવા મળ્યું હતું.
આ નવા ફેલાયેલા વાઈરસના લક્ષણો શું છે?
આ વાઈરસને હ્યુમન મેટાન્યૂમો વાઈરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.