સિંગાપોરમાં કોરોનાની નવી લહેરથી હડકંપ, નોંધાયા 25,900 નવા કેસ, ફરી માસ્ક પહેરવા આદેશ

Updated: May 18th, 2024


Google NewsGoogle News
સિંગાપોરમાં કોરોનાની નવી લહેરથી હડકંપ, નોંધાયા 25,900 નવા કેસ, ફરી માસ્ક પહેરવા આદેશ 1 - image


Singapore Covid : વિશ્વભરમાં કોરોનાના કેસ નહિવત નોંધાઈ રહ્યા છે, ત્યારે સિંગાપોરમાં કોરોનાની નવી લહેરથી આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. એટલું જ નહીં તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવાની પણ સૂચના આપી દેવાઈ છે. મળતા અહેવાલો મુજબ અધિકારીઓએ પાંચથી 11 મેચ સુધીમાં 25,900 કેસ નોંધ્યા છે. અહીં દૈનિક 181 કેસો સામે આવતા હતા, પરંતુ હવે તે વધીને 250 પર પહોંચી ગયા છે.

જો સિંગાપોરમાં 500 કેસ નોંધાશે, તો સંભાળી નહીં શકાય

આરોગ્યમંત્રી ઓંગ યે કુંગે આજે (18 મે) તમામ લોકોને માસ્ક પહેરવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે, જો કોરોનાના કેસોની સંખ્યા બમણી થશે તો સિંગાપોરની આરોગ્ય સિસ્ટમમાં 500 દર્દીઓ નોંધાશે, જેને સિંગાપોર સંભાળી નહીં શકે. જો બીજી વખતમાં તેનાથી પણ વધુ કેસો નોંધાશે તો તેમાં દૈનિક 1000 કેસો સામે આવી શકે છે, જેના કારણે હોસ્પિટલની સિસ્ટમ ખોરવાઈ શકે છે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં આરોગ્ય સેવા સિસ્ટમે સતર્ક રહેવાની સાથે તૈયાર રહેવું પડશે.

સિંગાપોરમાં કેસોમાં સતત વધારો

આરોગ્ય મંત્રીને ટાંકીને એક રિપોર્ટમાં જણાવાયું છે કે, ‘અમે એક નવી લહેરની શરૂઆત જોઈ રહ્યા છીએ, જે સતત વધી રહી છે. તેથી હું કહેવા માંગુ છું કે, આગામી બે-ચાર સપ્તાહમાં લહેર પીકઅપ પર પહોંચી શકે છે, તેથી એવું કહી શકાય કે, જૂન મહિનાના મધ્ય અને અંત વચ્ચે એક નવી લહેર ઉદભવી શકે છે.


Google NewsGoogle News