Get The App

વિશ્વના 10 દેશ, જ્યાં રહેવા માટે લાખોની કમાણી પણ પડે ઓછી, નામ સાંભળીને ઉડી જશે હોશ

Updated: May 8th, 2024


Google NewsGoogle News
વિશ્વના 10 દેશ, જ્યાં રહેવા માટે લાખોની કમાણી પણ પડે ઓછી, નામ સાંભળીને ઉડી જશે હોશ 1 - image


Cost of Living: સામાન્ય રીતે તો દરેક દેશનાં લોકો પોતાના જીવનનિર્વાહનો ખર્ચ નોકરી કે ધંધો કરીને મેળવી લેતા હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો શહેરમાં રહેવા માટે તમારી આવક કેટલી હોવી જોઈએ, તેમજ તમાર પરિવારના ભરણ પોષણ માટે કેટલા પૈસા જરુર પડશે, તેને જીવનનિર્વાહનો ખર્ચ કહેવામાં આવે છે. જે ખર્ચ મોટા અને મોંઘા દેશમાં વધારે હોય છે, જ્યારે ગરીબ અને વિકાસશીલ દેશોમાં આ ખર્ચ ઓછો હોય છે. અને તેના આધારે નક્કી કરવામાં આવે છે કે, વિશ્વમાં ક્યો દેશ સૌથી મોંઘો છે અને ક્યો દેશ સસ્તો છે. 

આજે તમને જે દેશોની વાત કરવા જઈ રહ્યા છીએ, તે દેશોનો માથાદીઠ જીવન ખર્ચ 1 લાખ રૂપિયાથી વધુનો છે. અને જો તેમા પણ તમારો પરિવાર વધશે તો તેનાથી પણ વધુ મુશ્કેલીઓ પડી શકે છે અને જીવનનિર્વાહ માટે લાખો રુપિયાની જરૂર પડી શકે છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ વેબસાઈટ પ્રમાણે વર્ષ 2024ના 10 સૌથી મોંઘા દેશોની યાદી બનાવવામાં આવી છે. આવો આજે આ મોંઘા દેશ વિશે તમને જણાવીએ. 

મોનાકો (Monaco)

આ યાદીમાં પહેલું નામ મોનાકોનું છે. મોનાકોમાં રહેવા માટે માસિક જીવન ખર્ચ $3,743  એટલે કે  3.1 લાખ પ્રતિ માસ છે. આના પરથી તમે સમજી શકાય છે કે, જો તમારો માસિક પગાર 3 લાખ રુપિયાથી વધુ હોય તો જ તમે આ દેશમાં રહી શકો છો.

કેમેન ટાપુઓ (Cayman Islands)

વિશ્વના 10 દેશ, જ્યાં રહેવા માટે લાખોની કમાણી પણ પડે ઓછી, નામ સાંભળીને ઉડી જશે હોશ 2 - image

કેમેન ટાપુઓ કેરેબિયન સમુદ્રમાં આવેલો એક બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરી છે. ત્યા રહેવા માટે દર મહિને $2,844 એટલે કે ભારતીય ચલણ પ્રમાણે 2.3 લાખ પ્રતિ માસ જરુર પડે છે.

સ્વિત્ઝર્લેન્ડ  (Switzerland)

વિશ્વના 10 દેશ, જ્યાં રહેવા માટે લાખોની કમાણી પણ પડે ઓછી, નામ સાંભળીને ઉડી જશે હોશ 3 - image

ભારતીય ફિલ્મોમાં પણ સ્વિત્ઝર્લેન્ડ વિશે ઘણી ચર્ચાઓ સાંભળવા મળતી હોય છે. ત્યાં ફિલ્મોનું શૂટિંગ પણ થાય છે. અહીં રહેવાનો ખર્ચ $2,497 એટલે કે ભારતીય ચલણ મુજબ 2.08 લાખ રુપિયા પ્રતિ માસનો ખર્ચ થાય છે. 

આયર્લેન્ડ  (Ireland)

વિશ્વના 10 દેશ, જ્યાં રહેવા માટે લાખોની કમાણી પણ પડે ઓછી, નામ સાંભળીને ઉડી જશે હોશ 4 - image

આયર્લેન્ડમાં રહેવાની કિંમત $2,316 એટલે કે ભારતીય ચલણ પ્રમાણે 1.9 લાખ પ્રતિ માસની જરુર પડે છે.

લિક્ટેંસ્ટાઇન (Liechtenstein)

વિશ્વના 10 દેશ, જ્યાં રહેવા માટે લાખોની કમાણી પણ પડે ઓછી, નામ સાંભળીને ઉડી જશે હોશ 5 - image

લિક્ટેંસ્ટાઇનમાં રહેવાનો ખર્ચ $2,306 એટલે કે ભારતીય ચલણ મુજબ 1.9 લાખ રુપિયાની જરુર પડે છે,  જે આયર્લેન્ડ કરતાં થોડો ઓછો છે.

આઇસલેન્ડ (Iceland)

વિશ્વના 10 દેશ, જ્યાં રહેવા માટે લાખોની કમાણી પણ પડે ઓછી, નામ સાંભળીને ઉડી જશે હોશ 6 - image

આઇસલેન્ડમાં રહેવા માટે $2,207 એટલે કે ભારતીય ચલણ પ્રમાણે માસિક 1.84 લાખ રુપિયાનો ખર્ચ થાય છે

સિંગાપોર (Singapore)

વિશ્વના 10 દેશ, જ્યાં રહેવા માટે લાખોની કમાણી પણ પડે ઓછી, નામ સાંભળીને ઉડી જશે હોશ 7 - image

સિંગાપોરમાં રહેવા માટે $2,169 એટલે કે, ભારતીય ચલણ પ્રમાણે માસિક રુપિયા 1.81 લાખની જરુર પડે છે.

લક્ઝમબર્ગ  (Luxembourg) 

વિશ્વના 10 દેશ, જ્યાં રહેવા માટે લાખોની કમાણી પણ પડે ઓછી, નામ સાંભળીને ઉડી જશે હોશ 8 - image

આ એક નાનો દેશ છે, પરંતુ અહીં રહેવાનો ખર્ચ $2,163 એટલે કે ભારતીય ચલણ પ્રમાણે માસિક રુપિયા 1.80 લાખનો ખર્ચ થાય છે.

નોર્વે  (Norway)

વિશ્વના 10 દેશ, જ્યાં રહેવા માટે લાખોની કમાણી પણ પડે ઓછી, નામ સાંભળીને ઉડી જશે હોશ 9 - image

નોર્વેમાં રહેવા માટે માસિક ખર્ચ $2,074 એટલે ભારતીય ચલણ પ્રમાણે રુપિયા 1.73 લાખની જરુર પડે છે.

અમેરિકા (United States)

વિશ્વના 10 દેશ, જ્યાં રહેવા માટે લાખોની કમાણી પણ પડે ઓછી, નામ સાંભળીને ઉડી જશે હોશ 10 - image

અમેરિકા જેવો મોટો અને વિકસિત દેશ આ યાદીમાં 10મા નંબર પર છે, અને ત્યા રહેવાનો ખર્ચ $1,951 એટલે ભારતીય ચલણ પ્રમાણે 1.62 લાખની જરુર પડે છે.


Google NewsGoogle News