કોરોના વાયરસ,ચામાચિડિયાનું સૂપ પીતી ચાઇનીઝ મહિલાનો વિડિયો થયો વાયરલ
બીજિંગ, 25 જાન્યુઆરી 2020 શનિવાર
ખુબ જ ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસથી દુનિયાભરમાં લોકો ભયભીત છે, સુરક્ષાનાં કારણોથી કેટલાય દેશોએ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે, જો કે તાજેતરમાં થયેલા સંસોધનમાં એ દાવો કરાયો છે કે ચામાચિડિયા અને સાંપથી આ વાયરસ ફેલાય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે હુબેઇ પ્રાંતમાં લોકો ચામાચિડિયાનું સુપ ખુબ પ્રેમથી પીવે છે, એવામાં સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થયો છે,આ વિડિયોમાં એક ચાઇનીઝ મહિલા બતાવવામાં આવી છે.
તે ચામાચિડિયાનું સૂપનો લુત્ફ ઉડાવી રહેલી જોવા મળે છે, લોકો આ મહિલાની ટીકા કરતા કહી રહ્યા છે, તેમનું કહેવું છે કે આવી સ્થિતિમાં પણ લોકો તેમને ખાવાનું નથી છોડી શકતા, જો કે એ સ્પષ્ટ નથી કે આ વિડિયો ક્યારનો છે.
આ વિડિયોને woppa નામનાં એક ટ્વીટર યૂઝરે શેયર કર્યો છે,તેણે કેપ્સનમાં લખ્યું છે કે "જ્યારે Chinese delicacyનાં નામે સામાન્ય ચામાચિડિયા,Bamboo Rats,અને અન્ય અજીબ પ્રકારની ચીજો લોકો ખાય છે ત્યારે તે #coronavirus જેવી બિમારીઓને અસ્તિત્વમાં આવતા આશ્ચર્યજનક એક્ટિગ શા માટે કરે છે?.
વિડિયોમાં શુ છે?
આ વિડિયોમાં એક મહિલા ચોપસ્ટિકથી ચામાચિડિયાને પકડીને ખાઇ રહી હતી, આ વિડિયોને અત્યાર સુંધીમાં 7 લાખથી વધુ વ્યુઝ, 11.6 હજાર લાઇક્સ, અને 10 હજાર રી-ટ્વીટ મળી ચુકી છે.