ધ ગ્રેટ કાર્બન ડિવાઈડ : વિશ્વના 1 % ધનકુબેરો 66 % ગરીબો કરતા વધારે પ્રદુષણ ફેલાવે છે, ગ્લોબલ વોર્મિંગથી 1 અબજનાં થશે મોત

1 ટકા ધનિકો દ્વારા ફેલાવાતું પ્રદુષણ આગામી દાયકામાં ગરમીથી 13 લાખ લોકોનો ભોગ લેશે

સામાન્ય વ્યક્તિ વર્ષે જે પ્રદુષણ ફેલાવે છે તેટલું ધનિકો પ્રાઈવેટ જેટની એક નાની સફરમાં ફેલાવી દે છે

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
ધ ગ્રેટ કાર્બન ડિવાઈડ : વિશ્વના 1 % ધનકુબેરો 66 % ગરીબો કરતા વધારે પ્રદુષણ ફેલાવે છે, ગ્લોબલ વોર્મિંગથી 1 અબજનાં થશે મોત 1 - image


The Great Carbon Diveide: દુનિયાભરમાં અત્યારે પ્રદુષણની અને ગ્લોબલ વોર્મિંગની વાતો થઈ રહી છે. તેને નાથવા માટે દુનિયાભરના મોટા મોટા દેશો બેઠકો કરી રહ્યા છે. યુએન અને વિદ્ધ આરોગ્ય સંસ્થા જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર્યાવરણ બચાવવા કામ કરી રહી છે. આ બધા વચ્ચે વિકસિત દેશો અને વિકાસશિલ દેશો એકબીજાની સામે ગ્લોબલ વોર્મિંગ માટે કારણભૂત હોવા અંગે આંગળી ચિંધી રહ્યા છે. આ વિવાદ હજી ચાલુ જ છે ત્યાં એક એવો અભ્યાસ સામે આવ્યો છે જેણે દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી છે. આ અભ્યાસમાં જણાવાયું છે કે, દુનિયાભરના 66 ટકા(5 અબજ) ગરીબો દ્વારા જેટલું પ્રદુષણ ફેલાવાય છે તેટલું પ્રદુષણ દુનિયાના 1 ટકા સુપર રિચ લોકો એટલે કે ધનિકો ફેલાવે છે. ધ ગાર્ડિયન દ્વારા થોડા સમય પહેલાં જ આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. ઓક્સફામ અને સ્ટોકહોમ એન્વાર્યન્મેન્ટ ઈન્સ્ટિટયૂટના જાણકારો દ્વારા સંયુક્ત રીતે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો.

2100ની સાલ સુધીમાં ગ્લોબલ વોર્મિંગથી 1 અબજનાં મોત થશે

થોડા સમય પહેલાં કેનેડા ખાતે થયેલા એક અભ્યાસમાં ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરો સામે આવી હતી. તેમાં જણાવાયું હતું કે, જે રીતે લોકો પ્રદુષણ ફેલાવી રહ્યા છે તેના કારણે આગામી સમયમાં પૃથ્વીનું તાપમાન ઝડપથી વધવાનું છે. જો 2100ની સાલ સુધીમાં પૃથ્વીના સરેરાશ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો પણ વધારો થશે તો 1 અબજ લોકોના મોત થઈ જશે. જાણકારોએ કહ્યું કે, મૃત્યુ પામનારા 1 અબજ લોકોમાંથી મોટાભાગના લોકો ગરીબ અને વિકાસશિલ દેશોના હશે. આ એવા લોકો હશે તેમનું પ્રદુષણ ફેલાવવામાં યોગદાન સાવ નહીવત્ હશે.

ખરાબ વાતાવરણથી થતાં મોતમાંથી 91 ટકા મોત વિકાસશિલ દેશોમાં થાય છે

વિશ્વમાં વધતા જતા પ્રદુષણ અંગે જે સંશોધન અને અભ્યાસ કરવામાં આવ્યા હતા તેમાં યુએન અને વિદ્ધ આરોગ્ય સંસ્થા જેવી સંસ્થાઓ પણ સંકળાયેલી હતી. આ અભ્યાસ બાદ યુએન દ્વારા જણાવવામાં આવ્યું કે, ખરાબ વાતાવરણને કારણે વિદ્ધમાં જે મોત થઈ રહ્યા છે તેમાંથી 91 ટકા મોત વિકાસશિલ દેશોમાં થઈ રહી છે. આ ઉપરાંત રિપોર્ટમાંથી એવું પણ બહાર આવ્યું છે કે, ધનકૂબેર વ્યક્તિ દ્વારા એક વર્ષમાં જેટલું પ્રદુષણ ફેલાવવામાં આવે છે તેટલું પ્રદુષણ ફેલાવવા માટે ગરીબ વ્યક્તિને 1500 વર્ષ લાગે છે. સંશોધકો જણાવે છે કે, મોટાભાગે ખરાબ વાતાવરણ અને પ્રદુષણની સૌથી વધારે અસર ગરીબીમાં જીવતા લોકો, માઈગ્રન્ટ્સ તથા ગરીબ મહિલાઓ ઉપર પડતી હોય છે. આ વર્ગના લોકો મોટાભાગે ઘરમાં જ રહેતા હોય છે અથવા તો નાના મોટા કામ કરતા હોય છે. તેમના ઘરની બહાર જ કે તમેના રહઠેાણોની આસપાસ જ સાથૈી વધારે પ્રદષુણ જાવેા મળતું હાયે છે. તેના કારણે જ આ લાકો બિમારીઓ, પૂર, દુકાળ, હિટવેવ અને દાવાનળ તથાં પ્રદુષણને લગતી સમસ્યાઓનો સૌથી વધારે ભોગ બનતા હોય છે. તેમને શારીરિક, આર્થિક અને સામાજિક નુકસાન સૌથી વધારે થતું હોય છે.

મોટા પ્રમાણમાં ટેક્સ લાગુ કરવાની દિશામાં વિચારવું જોઈએ

ઓક્સફામના જાણકારો દ્વારા જણાવાયું કે, ધનકૂબેરો ઉપર તથા ક્રૂડ ઓઈલ વેચનારી કંપનીઓ ઉપર મોટા પ્રમાણમાં ટેક્સ લગાડવાનું સુચન પણ કરવામાં આવ્યું હતું. જાણકારોના મતે સુપર રિચ લોકો ઉપર 60 ટકા જેટલો ટેક્સ લગાડવો જોઈએ. વિશ્વના 1 ટકા લોકો ઉપર જો આ ટેક્સ લાગુ થાય તો તેનાથી 6.4 ટ્રિલિયન ડોલરની વાર્ષિક આવક થાય તેમ છે. આ ઉપરાંત ટેક્સના ભારણને કારણે તેમના પ્રવાસ અને લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલમાં ઘટાડો થશે અને 695 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટશે જે 2019ના યુકેના કાર્બન ફૂટપ્રિન્ટ કરતા પણ વધારે હશે. જાણકારોના મતે ક્રૂડ કંપનીઓ અને ધનિકો પાસેથી ટેક્સ તરીકે લેવામાં આવતી મોટી રકમનો ઉપયોગ રિન્યૂએબલ એનર્જી માટે અને પ્રદુષણો સૌથી વધારે ભોગ બનનારા લોકો અને દેશોના વિકાસ માટે ઉપયોગમાં લેવા જોઈએ જેથી અસમાનતામાં પણ સુધારો થશે.

7.7 કરોડ લોકો ઉપર અભ્યાસ હાથ ધરાયો હતો

વિવિધ સંસ્થાઓ દ્વારા વિશ્વભરના 7.7 કરોડ લોકો ઉપર આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં અત્યંત ગરીબીમાં જીવતા લોકો, મધ્યમ વર્ગના લોકો, અપર મિડલ ક્લાસ તે ઉપરાંત વાર્ષિક 1.40 લાખ ડોલરથી વધારે આવક ધરાવતા અને સુપર રિચ ક્લાસના લોકોને સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે,1.40 લાખ ડોલરથી વધુની વાર્ષિક આવક ધરાવતાથી માંડીને સુપર રિચ ક્લાસ સુધીના લોકો દ્વારા 16 ટકા જેટલું પ્રદુષણ ફેલાવાય છે. ખાસ વાત એવી છે કે, અભ્યાસકર્તાઓ દ્વારા આ અહેવાલને ધ ગ્રેટ કાર્બન ડિવાઈડ નામ આપવામાં આવ્યું છે. તેમાં તેમણે સૌથી વધારે પ્રદુષણ ફેલાવતા ધનકુબેરો માટે ધ પોલ્યુટર એલાઈટ શબ્દનો પણ પ્રયોગ કર્યો છે. આ અહેવાલમાં જે વિગતો સામે આવી છે તેણે વૈશ્વિક સંસ્થાઓની ચિંતામાં વધારો કરી દીધો છે. ખાસ કરીને હાલમાં જ યુએઈ ખાતે યુએનની COP28 સમિટ યોજાઈ હતી. જેમાં કાર્બન ઉત્સર્જન અને પ્રદુષણ અંગે જ ચર્ચા થઈ છે.

ધ ગ્રેટ કાર્બન ડિવાઈડ : વિશ્વના 1 % ધનકુબેરો 66 % ગરીબો કરતા વધારે પ્રદુષણ ફેલાવે છે, ગ્લોબલ વોર્મિંગથી 1 અબજનાં થશે મોત 2 - image

લક્ઝુરિયસ લાઈફ અબજો ટન કાર્બન ઉત્સર્જન કરે છે

અહેવાલમાં જણાવાયું છે કે, દુનિયાના ધનકૂબેરો દ્વારા જે જીવન જીવવામાં આવી રહ્યું છે તેનું પરિણામ સમગ્ર વિદ્ધ ભોગવી રહ્યું છે. વિદ્ધના માત્ર 1 ટકા લોકો જે જીવન જીવે છે તેના કારણે બાકીના 99 ટકા લોકોને અને 100 ટકા પૃથ્વીને હેરાન થવું પડે છે. જાણકારોના મતે દર વર્ષે પ્રદુષણને કારણે થતાં મોતમાં 226 જેટલો વધારો થઈ રહ્યો છે. દર દસ લાખ મોતે 226 જેટલા વધારાના લોકો પ્રદુષણથી મરી રહ્યા છે. જાણકારો ચેતવી રહ્યા છે કે, ધનિકો દ્વારા તેમની એસીમાં રહેવાની, પ્રાઈવેટ જેટમાં ફરવાની, પ્રાઈવેટ યોટ અને મોંઘીદાટ ગાડીઓ લઈને ફરવાની આદત સુધારવામાં નહીં આવે તો સમગ્ર વિશ્વને ભોગવવું પડશે. સંશોધકોના અહેવાલ પ્રમાણે 1990 થી 2021 સુધીમાં 1 ટકા ધનિકો દ્વારા જે કાર્બન ઉત્સર્જન કરવામાં આવ્યું તે, ગત વર્ષે સમગ્ર યુરોપના મકાઈના, અમેરિકાના ઘઉંના, બાંગ્લાદેશના ચોખાના અને ચીનના સોયાબીનના સંયુક્ત ઉત્પાદન જેટલું હતું. ધનિકો દ્વારા માત્ર 2019માં જ 5. 9 અબજ ટન કાર્બન ઉત્સર્જન કરવામાં આવ્યું હતું.

ધનિકોથી ફેલાતા પ્રદુષણથી એક દાયકામાં 13 લાખ વધારે મોત થશે

જાણકારોના મતે ધનકૂબેરો દ્વારા મોટી સંખ્યામાં ગાડીઓ, પ્રાઈવેટ પ્લેન, પ્રાઈવેટ યોટ, હેલિકોપ્ટર અને ઈમારતો તથા સંપત્તીઓ ધરાવતા હોય છે. આ તમામના કાર્બન ફૂટપ્રિન્ટ ખૂબ જ વધારે છે. આ સંજોગોમાં તેમના દ્વારા પ્રદુષણ પણ વધારે ફેલાવાય છે. આ લોકો જે ગાડીઓ, પ્લેન અને અન્ય સાધનોનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે તેના કારણે ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણ વધી રહ્યું છે. આ ગેસ વાતાવરણમાં ભળી રહ્યો છે જેને પગલે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. સંશોધકોના મતે ધનિકો દ્વારા જે રીતે પ્રદુષણ ફેલાવાઈ રહ્યું છે તેના કારણે 2020 થી 2030 સુધીના દાયકામાં અંદાજે હિટવેવથી 13 લાખ લોકોના વધારે મોત થશે. આ સંખ્યા ડબ્લિનની વસતી જેટલી છે. જાણકારોના મતે ગરમી વધવાના કારણે ધુ્રવીય પ્રદેશોમાં પણ ગરમી વધી રહી છે અને બરફ પીગળી રહ્યો છે. આ બરફનું પાણી દરિયામાં ઉમેરાઈ રહ્યું છે જેના કારણે આગામી સમયમાં દરિયાની સપાટીમાં વધારો થવાની અને કાંઠાના વિસ્તારોનો જમીન વિસ્તાર ઘટવાની તથા મોટાપાયે પૂર આવવાની શક્યતાઓને પણ નકારી શકાય નહીં.

ધનિક દેશો દ્વારા પણ ગરીબ દેશોની સરખામણીએ પ્રદુષણ વધારે ફેલાવાય છે

વૈદ્ધિક સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે, માત્ર માણસો જ નહીં, ધનિક દેશો દ્વારા પણ વધારે પ્રદુષણ ફેલાવવામાં આવે છે. સંશોધકોએ જણાવ્યું કે, 2019માં જ્યારે પ્રદુષણ વિશે વૈદ્ધિક આંકડા ભેગા કરવામાં આવ્યા સામે આવ્યું કે, આ વાયુ પ્રદુષણમાંથી 40 ટકા પ્રદુષણ અને ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ધનિક દેશો દ્વારા કરવામાં આવ્યું હતું. બીજી તરફ ગરીબ દેશો અથવા તો ઓછી આવકના સોર્સ ધરાવતા દેશો દ્વારા માત્ર 0.4 ટકા પ્રદુષણ ફેલાવાયું હતું જ્યારે બાકીનું પ્રદુષણ અન્ય આવકોના સ્તરે આવતા દેશો દ્વારા ફેલાવાયું હતું. સંશોધકોએ કહ્યું કે, આફ્રિકા એક મોટો દેશે છે જ્યાં વિદ્ધની વસતીમાંથી દર છ વ્યક્તિએ એક વ્યક્તિ વસવાટ કરે છે. આફ્રિકા દ્વારા 2019માં માત્ર 4 ટકા પ્રદુષણ ફેલાવાયું હતું. તેના સામે અમેરિકા, ચીન જેવા દેશોનો ભાગ ખૂબ જ મોટો હતો. ધનિક દેશોમાં રહેતા ધનકૂબેરોના સુપરયોટ, પ્રાઈવેટ પ્લેન, વિશાળ મહેલ જેવા મકાનો અને સ્પેસ ફ્લાઈટ દ્વારા જે પ્રદુષણ ફેલાય છે તે વૈદ્ધિક સ્તરે ગ્લોબલ વોર્મિગ1.5ટકા વધવા માટે જે સ્તર હોય તેનાથી 77 ગણું વધારે છે.



Google NewsGoogle News