બ્રિટનમાં એક નાગા નાગરિકની ખોપડીની નિલામીનો વિવાદ, 100 વર્ષ જુનો ઇતિહાસ
પૂર્વજની ખોપડીની નિલામી નાગાલેન્ડવાસીઓના અપમાન સમાન
ઓકસફર્ડના મ્યુઝિયમમાં નાગા સમુદાયની 6500 વસ્તુઓનો સંગ્રહ
કોહિમા, 9 ઓકટોબર,2024,બુધવાર
નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોએ બ્રિટનમાં એક નાગા (નાગાલેન્ડ વાસી) વ્યકિતની ખોપડીની હરાજી થવાનો વિરોધ કર્યો છે. પ્રસ્તાવિત આ નિલામી પ્રસ્તાવને માનવતાનું અપમાન અને ઔપનિવેશિક હિંસાનું નિરંતર સ્વરુપ ગણાવ્યું છે. તેમણે ભારતના વિદેશમંત્રી એસ જયશંકરને પત્ર લખીને આ મુદ્વે દરમિયાનગીરી કરવાની માંગણી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 19 મી સદીની સીંગવાળી નાગ ખોપડી પ્રતિષ્ઠિત નીલામી ઘર 'ધ સ્વાન એટ ટેટ્સવર્થ' દ્વારા ૯ ઓકટોબરના રોડ નીલામીનો પ્રસ્તાવ હતો. જેની અંદાજે કિંમત 3500થી 4500 પાઉન્ડ એટલે કે 494634 રુપિયા થાય છે. જો કે આ નીલામીને લઇને વિવાદ થતા ખોપડીને નિલામીની વસ્તુઓમાંથી હટાવી લેવાની ફરજ પડી હતી. એક અંગ્રેજી સમાચારપત્રમાં જણાવ્યા અનુસાર નાગાલેન્ડના મુખ્યમંત્રીએ 'ફોરમ ફોર નાગા રિકંસિલિએશન' દ્વારા ધ્યાન દોરાતા રજૂઆત કરી હતી કે નિલામીને નાગાલેન્ડના તમામ વર્ગો આને નકારાત્મક સ્વરુપે જુએ છે.
આ નાગાલેન્ડના લોકો માટે એક અત્યંત ભાવનાત્મક અને પવિત્ર મુદ્વો છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે કોઇ પણ મૃત વ્યકિતના અવશેષ તેના લોકો અને તેની ભૂમીના હોય છે. આ ઉપરાંત માનવ અવશેષોની નીલામી લોકોની લાગણીને ઠેસ સમાન છે. રિયો વિદેશ મંત્રાલયે અપીલ કરી હતી કે આ મુદ્વે બ્રિટનમાં ભારતીય ઉચ્ચાયોગ સમક્ષ પણ મુદ્વો ઉઠાવવાની વાત કરવામાં આવી હતી. ઓકસફર્ડના મ્યુઝિયમમાં નાગા સમુદાયની લગભગ 6500 વસ્તુઓનો સંગ્રહ છે.
જે બ્રિટિશ સામ્રાજયના વિસ્તાર અને ઔપનિવેશિક શાસન દરમિયાન એકત્ર કરવામાં આવ્યા હતા. આ વસ્તુઓમાં અનેક માનવ અવશેષ સામેલ છે જેને એક સદી કરતા પણ વધારે સમયથી સંગ્રહ કરવામાં આવ્યા છે. 2020થી શરુ કરવામાં આવેલી આ પ્રક્રિયામાં નાગા રિકંસિલિએશન ફોરમે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. નાગા પૂર્વજોના માનવ અવશેષો ફોરમ માટે એક લાગણીશીલ પ્રાથમિક મુદ્વો છે.