Get The App

હમાસ હુમલાને ઇરાને સુલેમાનીની હત્યાનો બદલો ગણાવતા વિવાદ, મધ્ય પૂર્વમાં પરીસ્થિતિ વકરવાના એંધાણ

સીરિયામાં ઇરાની સેનાના બ્રિગેડિયર મૌસવીની હત્યાથી ઇરાન ભડકયું

ઇરાની સેનાએ સીરિયા પરના હુમલાને આતંકી કૃત્ય ગણાવ્યું

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
હમાસ હુમલાને ઇરાને સુલેમાનીની હત્યાનો બદલો ગણાવતા વિવાદ, મધ્ય પૂર્વમાં પરીસ્થિતિ વકરવાના એંધાણ 1 - image

 

તહેરાન,૨૭ ડિસેમ્બર,૨૦૨૩, બુધવાર

૭ ઓકટોબરે આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યા પછી મધ્ય પૂર્વમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળે છે. ઇઝરાયેલે હમાસ સંગઠનને ખતમ કરવાના સોગંધ ખાધા છે. ગાજાપટ્ટીમાં સૈન્ય કાર્યવાહીમાં ૨૦ હજારથી વધુ લોકોના મોત થયા છે. ઇઝરાયેલે પણ પોતાના ૧૫૨ જેટલા સૈનિકો ગુમાવ્યા છે.

પેલેસ્ટાઇનનું રાજકીય નેતૃત્વ કરવાનો દાવો કરતા હમાસની શકિતશાળી બનાવવા ઇરાન પર શંકાની સોંય તાકવામાં આવતી હતી,ઇરાન ઇઝરાયેલ પરના હમાસ હુમલામાં પોતાની સંડોવણીનો ઇન્કાર કરતું રહયું હતું પરંતુ હવે તેને હમાસ હુમલાને સુલેમાનીની હત્યાનો બદલો ગણાવ્યો છે. સુલેમાની ઇરાનની રિવોલ્યુશનરી ગાર્ડની વિદેશી શાખાનો લિડર હતો, 2020માં ઇરાક ખાતે અમેરિકાના હવાઇ હુમલામાં સુલેમાની માર્યો ગયો હતો. સુલેમાનીની હત્યા થતા ઇરાન શોકમાં ડૂબી ગયું હતું. 

હમાસ હુમલાને ઇરાને સુલેમાનીની હત્યાનો બદલો ગણાવતા વિવાદ, મધ્ય પૂર્વમાં પરીસ્થિતિ વકરવાના એંધાણ 2 - image

તાજેતરમાં ઇરાની સેનાના એક બ્રિગેડિયરનું સીરિયા પર થયેલા હુમલામાં મોત થતા ફરી વિવાદ વકરી રહયો છે. સીરિયા પર ઇઝરાયેલ હુમલો કર્યો હતો જેમાં ઇરાની સેનાનો બ્રિગેડિયર રાજી મૌસાવીના મોત પછી ઇરાન ભડકી ગયું છે. ઇરાને હવે દાવો કર્યો છે કે ઇઝરાયેલ પર થયેલો હમાસ હુમલો કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો હતો.આ માહિતી અલ જજીરાએ ઇરાની સેનાના આઇઆરજીસી તરફથી આપવામાં આવેલા નિવેદનના આધારે આપી છે.

  ઇરાનના આ ખુલાસ પછી મધ્ય પૂર્વમાં પરીસ્થિતિ વધુ વણસવાના એંધાણ છે. ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ ઝડપથી વધી રહયો છે. ઇરાની સેનાએ સીરિયા પરના હુમલાને આતંકી કૃત્ય ગણાવ્યું છે. ઇરાની સેનાએ પ્રતિજ્ઞાા લીધી છે કે સીરિયામાં થયેલા હુમલામાં રાજી મૌસવીની હત્યાનો બદલો ઇઝરાયેલ પાસેથી લેશે. આમ આવનારો સમય ઇઝરાયેલ અન અરબ દેશો વચ્ચે કટોકટી ભર્યો રહે તેવા એંધાણ મળી રહયા છે. 


Google NewsGoogle News