ચિંતાજનક : અમેરિકામાં વધુ એક ભારતીય મહિલાનું મોત, 2024માં કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યાં

કાર અકસ્માતમાં ભારતીય મૂળની મહિલા અર્શિયા જોશી મૃત્યુ પામી

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
ચિંતાજનક : અમેરિકામાં વધુ એક ભારતીય મહિલાનું મોત, 2024માં કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યાં 1 - image

image : Freepik 



Death Of Indian-Origin Woman In Car Accident In Pennsylvania Us | અમેરિકામાં ભારતીય મૂળની 21 વર્ષીય મહિલા મૃત્યુ પામી ગઈ. ન્યુયોર્કમાં કાર્યરત ભારતીય વાણિજ્ય દૂતાવાસે એક્સ પર આ અંગે જણાવ્યું કે પેન્સિલવેનિયામાં થયેલા કાર અકસ્માતમાં ભારતીય મૂળની મહિલા અર્શિયા જોશી મૃત્યુ પામી. આ મામલે દૂતાવાસે અર્શિયા જોશીના પરિવાર પ્રત્યે ગાઢ સંવેદના વ્યક્ત કરી હતી. 

કેવી રીતે થયું મૃત્યું...? 

વાણિજ્ય દૂતાવાસે જણાવ્યું કે અમે અર્શિયાના પરિવાર અને સ્થાનિક નેતાઓના સંપર્કમાં છીએ. અર્શિયાના પાર્થિવ દેહને ભારત પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે તેના આત્માને શાંતિ મળે તેવી કામના કરીએ છીએ. તેનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનો ખુલાસો થયો છે.  

અમેરિકામાં ચાલુ વર્ષે 8 ભારતીયોએ જીવ ગુમાવ્યાં 

ચાલુ વર્ષે એટલે કે 2024માં અમેરિકામાં અત્યાર સુધીમાં 8 ભારતીયો અને ભારતીય મૂળના લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. બીજી બાજુ ભારતીય મૂળના લોકો પર સતત હુમલાની ઘટનાઓ બની રહી છે. આ જ કારણે ત્યાં રહેતા ભારતીય સમુદાયના લોકોમાં ડરી ફેલાયો છે. 

ચિંતાજનક : અમેરિકામાં વધુ એક ભારતીય મહિલાનું મોત, 2024માં કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યાં 2 - image



Google NewsGoogle News