Get The App

દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ 'Mukab' નું નિર્માણ શરુ, જાણો સાઉદીની આ ઇમારતની વિશેષતા

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ 'Mukab' નું નિર્માણ શરુ, જાણો સાઉદીની આ ઇમારતની વિશેષતા 1 - image


Image: Wikipedia

Worlds Tallest Building Mukaab: સાઉદી અરેબિયામાં બનનારી 'મુકાબ' વિશ્વની સૌથી મોટી બિલ્ડિંગ હશે, જે બુર્ઝ ખલીફાનો રેકોર્ડ તોડી શકે છે. રિપોર્ટ અનુસાર આ બિલ્ડિંગની ઊંચાઈ 1,300 ફૂટ અને પહોળાઈ 1,200 ફૂટ હશે. તેની બનાવટ એટલી વિશાળ છે કે આમાં 20થી વધુ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ સમાઈ શકે છે.

રિપોર્ટ્સ અનુસાર આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની અનુમાનિત સરેરાશ લગભગ 50 બિલિયન ડૉલર એટલે કે લગભગ 4,000 અબજ રૂપિયા અંદાજિત અનુમાન છે. આ પ્રોજેક્ટ સાઉદી અરેબિયાના વિઝન 2030નો ભાગ છે, જેનો હેતુ દેશને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાનો છે.

આ પણ વાંચો: ભયાનક યુદ્ધના ભણકારા? ઈઝરાયલ-ઈરાન વચ્ચે વધતાં તણાવના કારણે ત્રણ દેશે બંધ કરી એરસ્પેસ

આ પ્રોજેક્ટ પોતાના વિશાળ આકાર અને અનોખી સંરચના માટે જાણવામાં આવશે, જે તેને દુનિયામાં એક ખાસ સ્થાન અપાવશે. બિન સલમાનની આ યોજનાઓ સાઉદી અરેબિયાને ભવિષ્યની સંરચનાત્મક અને આર્થિક દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરી રહી છે.


Google NewsGoogle News