નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિક કોર્ટથી લાગ્યો મોટો ઝટકો, અમેરિકામાં પ્રત્યાર્પણને આપી મંજૂરી

નિખિલ ગુપ્તાની ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી

નિખિલ ગુપ્તા પર હત્યાની સોપારીનો આરોપ છે

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિક કોર્ટથી લાગ્યો મોટો ઝટકો, અમેરિકામાં પ્રત્યાર્પણને આપી મંજૂરી 1 - image


Nikhil Gupta Extradition: ચેક રિપબ્લિક (Czech Republic)ની એક અપીલ કોર્ટે નિખિલ ગુપ્તા (Nikhil Gupta)ના યુએસ પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. અમેરિકાએ તેના પર  ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ (Gurpatwant Singh Pannu)ની હત્યાના નિષ્ફળ કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.

નિખિલ ગુપ્તાની ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી

ચેક રિપબ્લિક જસ્ટિસ મિનિસ્ટ્રીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણ અંગેનો અંતિમ નિર્ણય ન્યાય મંત્રી પાવેલ બ્લેઝેક પર નિર્ભર છે. 52 વર્ષીય ભારતીય નાગરિકની યુએસની વિનંતી પર 30 જૂને ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે જો ન્યાય મંત્રીને નીચલી કોર્ટના નિર્ણયો પર શંકા હોય તો તેમની પાસે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવા માટે ત્રણ મહિનાનો સમય છે. 

નિખિલ ગુપ્તા પર હત્યાની સોપારીનો આરોપ છે

પ્રાગ હાઈકોર્ટે નીચલી અદાલતના નિર્ણયને પડકારતી નિખિલ ગુપ્તાની અરજીને ફગાવી દીધી હતી, જેણે પ્રત્યાર્પણની મંજૂરી આપવાનો ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે નિખિલ ગુપ્તા પર હત્યાની સોપારીનો આરોપ છે. આ અંતર્ગત વધુમાં વધુ 10 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. 

કોણ છે નિખિલ ગુપ્તા?

અમેરિકી ન્યાય વિભાગની પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે 52 વર્ષીય નિખિલ ગુપ્તા એક ભારતીય નાગરિક છે. અમેરિકા અને ચેક રિપબ્લિક વચ્ચે દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હેઠળ આ વર્ષે 30 જૂને ચેક રિપબ્લિકના અધિકારીઓ દ્વારા ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. એક કથિત ભારતીય સરકારી કર્મચારી જેનું નામ દસ્તાવેજમાં નથી પરંતુ તેને CC-1 તરીકે સંબોધિત કરાયો છે. એવું કહેવાય છે કે CC-1 નિખિલ ગુપ્તા સહિત અન્ય લોકો સાથે ભારતમાં અને અન્ય સ્થળોએ અમેરિકાની ધરતી પર વકીલ અને રાજકીય કાર્યકરની હત્યાનું કાવતરું ઘડવાનું કામ કરી રહ્યો હતો. દસ્તાવેજમાં CC-1ને સુરક્ષા અને ગુપ્તચર વિભાગ સાથે સંકળાયેલી વ્યક્તિ હોવાનું વર્ણવવામાં આવ્યું છે.

નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિક કોર્ટથી લાગ્યો મોટો ઝટકો, અમેરિકામાં પ્રત્યાર્પણને આપી મંજૂરી 2 - image


Google NewsGoogle News