લંડનના મેયર સાદિક ખાનને લઈને મુસ્લિમ વિરોધી ટિપ્પણી ભારે પડી, બ્રિટિશ સાંસદ સસ્પેન્ડ

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
લંડનના મેયર સાદિક ખાનને લઈને મુસ્લિમ વિરોધી ટિપ્પણી ભારે પડી, બ્રિટિશ સાંસદ સસ્પેન્ડ 1 - image


Image Source: Twitter

લંડન, તા. 25 ફેબ્રુઆરી 2024

લંડનના પાકિસ્તાની મૂળના મેયર સાદિક ખાન પર મુસ્લિમ વિરોધી અને રંગભેદી ટિપ્પણી કરીને કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદે બ્રિટનના રાજકારણમાં નવો વિવાદ છેડી દીધો છે. મળતી વિગતો પ્રમાણે બ્રિટનમાં સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ અને સાંસદ લી એન્ડસને કહ્યું હતું કે, ‘સાદિક ખાન પર રુઢિચુસ્ત લોકોના હાથનું રમકડું છે.’

આ ટિપ્પણી બાદ ભારે હોબાળો થયો હતો અને એન્ડરસનને માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે એન્ડરસને માફી માંગવાની સ્પષ્ટપણે ના પાડી ધી હતી. ત્યાર પછી બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પાર્ટી પર એન્ડરસન સામે કાર્યવાહી કરવાનું દબાણ વધી રહ્યું હતુ. બ્રિટિશ મીડિયાએ એન્ડરસન પર પસ્તાળ પાડીને તેમના નિવેદનને મુસ્લિમ વિરોધી અને રંગભેદી ગણાવ્યું હતું.  આ કારણસર કન્ઝર્વેટિવ પાર્ટી પણ મુશ્કેલીમાં આવી રહી હોવાનું નજરે પડી રહ્યું હતું.

હવે કન્ઝર્વેટિવ એન્ડરસનને  સસ્પેન્ડ કરીને કહ્યું છે કે, ‘એન્ડરસનને મેયર સાદિક ખાન પરની ટિપ્પણી બાદ સસ્પેન્ડ કરાયા છે. હવે સંસદમાં તેઓ અપક્ષ સાંસદ તરીકે હાજરી આપશે.’

ઉલ્લેખનીય છે કે, એન્ડરસને લંડનમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં થયેલા ઉગ્ર દેખાવોને લઈને એક ટીવી ઈન્ટરવ્યૂમાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘મને વિશ્વાસ નથી થતો કે આપણા દેશમાં કટ્ટરવાદીઓ આટલી હદે મજબૂત થઈ રહ્યા છે.’ આ દરમિયાન એન્ડરસને સાદિક ખાન વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. 


Google NewsGoogle News