જાપાનમાં બળજબરીથી નસબંધીનો ભોગ બનેલા ૨૫૦૦૦ લોકોને વળતર, જાણો શું છે મામલો ?
૧૯૫૦ થી ૧૯૭૦ દરમિયાન એક કાનુન હેઠળ નસબંધી કરાઇ હતી
બીજા વિશ્વયુધ્ધ પછી માનવાધિકાર ઉલંઘનનો સૌથી મોટો કેસ
ટોક્યો,૪ જુલાઇ,,૨૦૨૪,ગુરુવાર
જાપાનની ઉચ્ચત્તમ ન્યાયાલયે એક ઐતિહાસિક નિર્ણયમાં બળજબરીથી નસબંધીનો ભોગ બનેલા ૨૫૦૦૦ લોકોને વળતર આપવા આદેશ કર્યો છે. આ કાયદો શારીરિક રીતે સક્ષમ લોકો સંતાન પેદા ના કરે તે માટે તૈયાર કરવામાં આવ્યો હતો. એવું અનુમાન છે કે જન્મજાત ખોડખાપણ અટકાવવા માટે ૧૯૫૦ થી ૧૯૭૦ દરમિયાન આ કાનુન હેઠળ ૨૫૦૦૦ લોકોની નસબંધી કરવામાં આવી હતી.
આ નસબંધી કોઇ પણ પ્રકારની સંમતિ વગર થઇ હતી. આ બાબતે પીડિતોના વકિલોએ જાપાનમાં યુધ્ધ પછીનો સૌથી મોટો માનવાધિકાર ઉલંઘનનો કેસ ગણાવ્યો હતો. અદાલતે સ્પષ્ટતા કરી કે આ કાયદો અસંવિધાનિક હતો. આ નિર્ણય દેશની પાંચ જેટલી નિચલી કોર્ટમાં કેસ લડીને આવેલા ૧૧ પીડિતોના સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે આપ્યો હતો. આ અંગે ન્યાય માંગનારા પીડિતોમાં ખૂશી જોવા મળી હતી. જેમાંના મોટા ભાગના ઉંમરનો પડાવ પાર કરીને ૮૦ થી ૯૦ વર્ષના થયા છે.
સમાચાર માધ્યમોમાં પ્રગટ માહિતી મુજબ ટોક્યોમાં રહેતા ૮૧ વર્ષના સાબુરો કિતોની ૧૯૫૭માં ૧૪ વર્ષની ઉંમરે નસબંધી કરવામાં આવી ત્યારે તે અનાથાલયમાં રહેતા હતા. ખૂબ વર્ષો વિત્યા પછી તેમણે નસબંધીના રહસ્યપરથી પડદો ઉઠાવ્યો હતો. તેમને પોતાનું કોઇ પણ સંતાન નહી હોવાનું ખૂબજ દુખ છે. વડાપ્રધાન ફુમિયો કિશિદાએ પીડિતોની માફી અને વ્યકિતગત રીતે જે ુપણ વાદીઓ જેમણે કોર્ટમાં ન્યાય માંગ્યો હતો તેમને મળવા પ્રયાસ કરશે એટલું જ નહી સરકાર પીડિતોને વળતર આપવાની કાર્યવાહી હાથ ધરશે.